For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળના પીએમ ઓલીની બકવાસ, કહ્યું- અસલી અયોધ્યા નેપાળમાં છે

અગાઉ ભારતના ભૂ-ભાગને પોતાની સરહદમાં ગણાવતો નકશો સંસદમાં પાસ કરાવ્યો હતો હવે અયધ્યાને લઇ કેપી શર્મા ઓલીએ બફાટ કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નેપાળના વડાપ્રધાન કેપી શર્માએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપી ભારત- નેપાળના સંબધો વચ્ચે સાંસ્કૃતિક અતિક્રમણનો રાગ છેડવી દીધો છો. નેપાળી મીડિયા મુજબ નેપાળના પીએમ ઓલીએ કહ્યું કે અસલી અયોધ્યા અને ભગવાન રામ નેપાળમાં છે. ઓલીએ બફાટ કરતા કહ્યું કે ભારતે નકલી અયોધ્યા તૈયાર કરી છે. એટલેથી ઓલી ના અટક્યા, તેમણે કહ્યું કે ભગવાન રામ પણ નેપાળમાં છે, ભારતમાં નહિ.

કેપી શર્મા ઓલીએ બકવાસ કરી

કેપી શર્મા ઓલીએ બકવાસ કરી

ઓલીએ કહ્યું કે ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યા તૈયાર કરી છે. નેપાળમાં કવિ ભાનુભક્ત આચાર્યની જયંતી પર એક કાર્યક્રમ દરમિયાન ઓલીએ કહ્યું કે નેપાળ પર સાંસ્કૃતિક અત્યાચાર થઇ રહ્યા છે. ભારત પર ફરી એકવાર આરોપ લગાવતા કહ્યું કે ઐતિહાસિક સાક્ષીઓ અને તથ્યો સાથે છેડછાડ થઇ રહી છે.

કહ્યું- અયોધ્યા નેપાળમાં છે

કહ્યું- અયોધ્યા નેપાળમાં છે

તેમણે કહ્યું કે નેપાળની જનક નંદની સીતાના વિવાહ અયોધ્યાના રાજકુમાર રામ સાથે થયાં હતાં, પરંતુ આ એ અયોધ્યા નથી જે ભારતમાં છે, બલકે આ અયોધ્યા નેપાળમાં છે. તેમણે કહ્યું કે નેપાળના બીરગંજના પશ્ચિમમાં અયોધ્યા આવેલી છે. ભારતે તેમને ત્યાં નકલી અયોધ્યા બનાવી છે.

ભગવાન રામને લઇ વિવાદ કર્યો

ભગવાન રામને લઇ વિવાદ કર્યો

જેટલી નકામી નેપાળના પીએમની આ વાત છે તેટલો જ નકામો તેમનો આ તર્ક પણ છે. તેમણે નેપાળમાં અસલી અયોધ્યા હોવા પાછળનો જે તર્ક આપ્યો તે દંગ કરી દેતો છે. ઓલીએ કહ્યું કે નજકપુરીની સીતાના વિવાહ અયોધ્યાના રામ સાથે થયાં, પરંતુ જો અયોધ્યા ખરેખર ભારતમાં હોય તો ભગવાન રામ આટલે દૂર જનકપુર કેવી રીતે આવી કે છે? ઓલીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

રાજસ્થાનઃ સચિન પાયલટને મનાવવા આજે બીજી વખત કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવીરાજસ્થાનઃ સચિન પાયલટને મનાવવા આજે બીજી વખત કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી

English summary
stupidest statement of nepal pm kp sharma oli, says real ayodhya is in nepal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X