For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો, ચારના મોત

|
Google Oneindia Gujarati News

afghan
કાબુલ, 26 ડિસેમ્બરઃ અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં બુધવારે એક આત્મઘાતી હુમલાવરે નાટોની સૈન્ય છાવણીમાં વિસ્ફોટક ભરેલી એક મિની બસ ઘુસાડી દીધી અને તેને ઉડાવી દીધી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા હોવાની જાણકારી અધિકારીઓએ આપી છે.

પ્રાંતીય પોલીસ પ્રમુખ અબ્દુલ ક્યૂમ બાકીઝઇએ મીડિયાને જણાવ્યું કે, એક આતંકવાદીએ વિસ્ફોટક ભરેલી મિની બસને સૈનિક છાવણી પાસે ખોસ્ત હવાઇઅડ્ડાના પૂર્વ પ્રવેશ દ્વાર અંદર લઇ જવાનો પ્રયાસ કર્યો, જ્યાં સૈન્ય ઠેકાણું છે. પોલીસે જ્યારે તેને રોક્યો તો તેણે બસને ઉડાવી દીધી હતી.

સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે સવારે આઠ વાગ્યાના સુમારે થયેલા વિસ્ફોટમાં એક પોલીસ કર્મી સહિત બે નાગરીકો અને હુમલાખોરનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

નાટોના નેતૃત્વવાળા આંતરરાષ્ટ્રીય સુરક્ષા સહાયતા બળ(આઇએસએફ)ના પ્રવક્તાએ કહ્યું કે, આતંકવાદીઓએ આજે સવારે ખોસ્ત પ્રાંત સ્થિત કેમ્પ ચૈપમેન નામક સૈન્ય શિબિરમાં એક વિસ્ફોટક ભરેલા વાહનને ઉડાવી દીધો. એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટનામાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે.

English summary
A vehicle driven by a suicide bomber exploded at the gate of a major U.S. military base in eastern Afghanistan on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X