સુનિતા વિલિયમ્સે રચ્યો અવકાશમાં 100 દિવસ રહેવાનો રેડોર્ડ

વર્તમાનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના એક્સ્પેડિશન 33ના ક્રુની આગેવાની કરી રહેલા 47 વર્ષીય સુનિતા વિલિયમ્સે જણાવ્યું કે "મને લાગે છે કે પૃથ્વી અને તેની કરામતોને યાદ કરવાની મનોવૃત્તિ લાંબો સમય ટકવાની નથી. આથી હું અવકાશમાં શક્ય હોય એટલું તરવા માગું છું." સુનિતા વિલિયમ્સ હાલ ફ્લાઇટ એન્જિનિયર્સ રશિયાના યુરી મલેન્ચેન્કો અને જાપાનના અકિહિકો યોશિદે સાથે અવકાશમાં છે.
પોતાના અનુભવની વાત કરતા સુનિતા વિલિયમ્સે જણાવ્યું કે "ગાદલા અને તકિયાને લઇને ઊંઘી જવાની ટેવ સામે અવકાશમાં કશું જ લીધી વગર ઊંઘવાની ટેવ પડતા થોડો સમય લાગે છે. અહીં તમે કાજુને ઉછાળીને મોંઢામાં લેવામાં સફળ થતા નથી. આમ છતાં નહીંવત ગુરુક્વાકર્ષણમાં ઉડતા રહેવું અમૂલ્યવાન અનુભવ છે. અમે અહીંની દરેક ક્ષણને માણીએ છીએ."
જો કે સુનિતા વિલિયમ્સને ઘરની યાદ અવકાશમાં પણ આવે છે. તેઓ કહે છે "ક્યાંય પણ ઘર જેવી મજા નથી, અવકાશમાં પણ નહીં. અત્યારના તબક્કે તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જ અમારું ઘર છે. અહીં અમારી ઘણી વસ્તુઓ જેમ તેમ પડી છે. ક્રુના નવા સભ્યો આવે તે પહેલા અમારે એ વ્યવસ્થિત કરવાની છે. યુએસની લેબમાં તૈયાર કરવામાં આવેલા 'ડેસ્ટિનિ'માં અમે તરીએ છીએ."












Click it and Unblock the Notifications
