For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યુઝપેપરના રિપોર્ટર અમેરિકામાં બીજા નંબરની સૌથી ખરાબ નોકરી

|
Google Oneindia Gujarati News

ન્યુ યોર્ક, 19 એપ્રિલ : આપ એમ માનતા હોવ કે રિપોર્ટરની જોબ એટલે વિશ્વની શ્રેષ્ઠ જોબ્સ પૈકી એક છે તો આપ ભૂલ કરો છો. અમેરિકામાં એક અભ્‍યાસના રિપોર્ટ મુજબ અખબારમાં રિપોર્ટરની નોકરી બીજા નંબરનું સૌથી ખરાબ નોકરી માનવમાં આવે છે.

આ સર્વેક્ષણ ફર્મ ‘કરિયરકાસ્‍ટ' દ્વાર કરવામાં આવ્યું છે. તેના અભ્‍યાસ મુજબ અમેરિકામાં ગણિતજ્ઞની નોકરી સૌથી સારી અને લાકડા ઉદ્યોગમાં મજૂરી સૌથી ખરાબ માનવામાં આવી રહી છે.

reporter

રિપોર્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રિપોર્ટર બનવાનો ક્રેઝ ઝડપથી ઘટ્‍યો છે અને વર્ષ 2022 સુધી તેમાં ઘટાડો થવાની સંભાવના છે કેમકે ઘણી કંપનીઓ અખબારનું કામ બંધ કરી રહી છે.

આ વર્ષના અભ્‍યાસમાં સારા અને બિનઆકર્ષક કામની દ્રષ્ટિએ 200 નોકરીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. વર્ગીકરણ પાંચ આધાર પર કરવામાં આવ્‍યું હતું - શારીરિક શ્રમ, કામનો માહોલ, આવક, દબાણ અને નિયુક્‍તિની સ્‍થિતિ.

તેમાં સૌથી ખરાબ નોકરીઓની યાદીમાં જે અન્‍ય નોકરીઓ રહી તેમાં ટેક્‍સી ડ્રાઈવર, પ્રસારક, મુખ્‍ય રસોઈયા, ઉડ્ડયન સહાયક, કચરો ઉઠાવનારા, ફાયર બ્રિગેડ વિભાગ તથા સુધારા અધિકારીનું કામ સામેલ છે.

અધ્‍યયનમાં કહેવાયું છે કે ગણિતજ્ઞની નોકરી સૌથી સારી નોકરી માનવામાં આવી છે. તેનું ભવિષ્‍ય સારું છે. તેમાં કહેવાયું છે કે 2014નું વર્ષ પ્રોદ્યોગિક, શિક્ષણ અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં કેરિયરની દ્રષ્ટિએ ઘણું સારું રહેશે.

English summary
America’s best and worst jobs, and every year, traditional newspaper reporters get the shaft. It’s grown worse as traditional print media dies off.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X