"ભારતે ડૉક્ટર-એન્જિનિયર્સ બનાવ્યા, પાકિસ્તાને આતંકીઓ બનાવ્યા"

Written By:
Subscribe to Oneindia News

ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનમાં પાકિસ્તાન સામે અરીસો ધર્યો હતો. એક રીતે તેમણે વિશ્વ આગળ પાકિસ્તાનની પોલ ખોલી નાંખી હતી, એમ કહી શકાય. પોતાના 22 મિનિટના સંબોધનમાં સુષ્મા સ્વરાજે 6 મિનિટ સુધી પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. તેમણે પાકિસ્તાનની હકીકત રજૂ કરતાં વિશ્વના દેશોને આતંકવાદ સામે એકજૂટ થવાની અપીલ કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન તરફથી મુકવામાં આવેલ આરોપોને તેમણે નકાર્યા હતા તથા આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર વાકપ્રહારો કર્યા હતા. સુષ્મા સ્વરાજના આ સંબોધનના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.

sushma swaraj at un
 • પોતાના સંબોધનમાં સુષ્મા સ્વરાજે કહ્યું કે, નિર્દોષ લોકોની હત્યા કરનાર પાકિસ્તાન ભારતને માનવતા શીખવવા બેઠું છે.
 • હેવાનિયતના હદ્દ પાર કરનાર, નિર્દોષોની હત્યા કરનાર, અમને અહીં ઊભુ રહીને માનવતા શીખવે છે.
 • અમે ગરીબી સામે લડી રહ્યાં છીએ, પરંતુ પાકિસ્તાન અમારી સાથે લડી રહ્યું છે.
 • પાકિસ્તાન અમારી સાથે લડે છે અને આતંકવાદીઓ પર પૈસા ખર્ચે છે.
 • પાકિસ્તાન પર કટાક્ષ કરતાં સુષ્મા સ્વરાજે કહ્યું કે, અમે આઈઆઈટી અને આઈઆઈએમ બનાવ્યા, પરંતુ પાકિસ્તાને શું બનાવ્યું? તમે લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આંતકી સંગઠનો બનાવ્યા.
 • પાકિસ્તાનનના વડાપ્રધાને જ્યારે અમારી ઉપર આંતવાદ અને માનવાધિકારના ઉલ્લંઘન જેવા આરોપ મુક્યા ત્યારે લોકોએ કહ્યું, જુઓ તો ખરા કોણ બોલી રહ્યું છે!
 • સુષ્મા સ્વરાજે આગળ કહ્યું કે, ભારતે ડૉક્ટર બનાવ્યા, એન્જિનિયર્સ બનાવ્યા, વૈજ્ઞાનિકો બનાવ્યા, પરંતુ પાકિસ્તાને આંતકવાદીઓ બનાવ્યા.
 • ભારત અને પાકિસ્તાન એક સાથે આઝાદ થયા, આજે ભારતની ઓળખાણ આઈટીના સુપર પાવર તરીકે થાય છે, પરંતુ પાકિસ્તાન આતંકવાદી દેશ તરીકે જાણીતુ છે.
 • પાકિસ્તાન તરફથી મળતા આતંકી પડકાર છતાં ભારતે વિકાસ કર્યો છે.
 • પાકિસ્તાનના પીએમ કહે છે કે, ઝિણ્ણાએ પાકિસ્તાનને શાંતિ અને મિત્રતાની નીતિ વારસામાં આપી હતી, પરંતુ તેમણે કેવો વારસો આપ્યો તે સૌ જાણે છે. પાકિસ્તાનને યાદ અપાવવા માંગુ છું કે, પીએમ મોદીએ પણ શાંતિ અને મિત્રતાની નીતિ ચોક્ક્સ દર્શાવી હતી.
 • સુષ્મા સ્વરાજે પાતિસ્તાનને યાદ અપાવતા કહ્યું કે, અબ્બાસી સાહેબ જવાબ આપે કે શિમલા સમજૂતી અને લાહોર ઘોષણાપત્ર જેવા દ્વિપક્ષીય કરારોનું પાકિસ્તાને હંમેશા ઉલ્લંઘન કેમ કર્યું?

English summary
Union minister Sushma Swaraj addressing UN and attack on Pakistan. Sushma said Terrorism is spreading like fire, need to take tough decisions with courage.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.