સાઉદીમાં 10 ભારતીયોનું મૃત્યુ, સુષ્મા સ્વરાજે આપી મદદની ખાતરી

Written By:
Subscribe to Oneindia News

સાઉદી આરબના નજરાનમાં એક ઘરમાં આગ લાગતાં 10 ભારતીય અને બાંગ્લાદેશી નાગરિકોનું મૃત્યુ થયું હતું. આ ઘરમાં કોઇ બારી ન હોવાને કારણે તેઓ બચી ન શક્યા. આ દસેય લોકો એક ઘરમાં સાથે રહેતા હતા. ઉપરાંત આ દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, એક જૂના એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હતી.

sushma swaraj

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ દુઃખદ ઘટના અંગે ટ્વીટ કરતાં કહ્યું કે, મને આ ઘટનાની જાણકારી છે, ઘટનાની તપાસ માટે કેટલાક અધિકારીઓને પહેલી જ ફ્લાઇટથી રવાના કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં વિદ્યા નામની એક મહિલાએ ટ્વીટ કરી સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગી હતી. મહિલાએ લખ્યું હતું કે, તેના ઘરમાં કામ કરતી મહિલાના પતિનું આ ઘટનામાં મૃત્યુ થયું છે અને તેના મૃત શરીરને લાવવામાં કોઇ તેની મદદ નથી કરી રહ્યું. આ મહિલાના ટ્વીટના જવાબમાં સુષ્મા સ્વરાજે ઉપરોક્ત ટ્વીટ કર્યું હતું.

સુષ્મા સ્વરાજે આ ઘટના અગે શ્રેણીબદ્ધ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, નજરાનમાં ઘટેલ દુર્ઘટાની મને જાણકારી છે, જેમાં 10 ભારતીય નાગરિકોનું મૃત્યુ થયું છે અને 6 નાગરિકો હોસ્પિટલમાં દાખલ છે. મેં જેદ્દાહના કાઉન્સિલ જનરલ સાથે વાત કરી છે, જેદ્દાહ નજરાનથી 900 કિમી દૂર છે. અમારા અધિકારીઓ પહેલી ફ્લાઇટ પકડીને ઘટનાસ્થળ તરફ રવાના થઇ ગયા છે. અમારા કાઉન્સિલ જનરલ નજરાનના ગવર્નરના સંપર્કમાં છે અને તેઓ મને સતત આ ઘટનાની તાજેતરની જાણકારી પહોંચાડી રહ્યાં છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલ ભારતીય નાગરિકો એક નિર્માણ કંપની માટે કામ કરતા હતા અને ગોલ્ડ માર્કેટ ફેસલિહામાં રહેતા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ 6 લોકોમાંથી 4 ભારતીયો છે. નજરાનના ગવર્નર પ્રિંસ જૂવી બિન અબ્દેલઅઝીઝે આ સંપૂર્ણ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને આ માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે.

English summary
Sushma Swaraj replies in a tweet on fire incident in Saudi Arab. 10 people have died in this incident.
Please Wait while comments are loading...