For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વિસ કોર્ટનો મોટો નિર્ણય: ટેક્સ ચોરી મામલે ભારતને જાણકારી આપી શકે છે

સ્વિઝર્લેન્ડની સ્વિસ બેંકમાં ભારતીયો ઘ્વારા જમા કરવામાં આવેલા પૈસા અંગે સ્વિઝર્લેન્ડની સર્વોચ્ચ અદાલતે મોટો નિર્ણય આપ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સ્વિઝર્લેન્ડની સ્વિસ બેંકમાં ભારતીયો ઘ્વારા જમા કરવામાં આવેલા પૈસા અંગે સ્વિઝર્લેન્ડની સર્વોચ્ચ અદાલતે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટ ઘ્વારા ઈન્ક્મ ટેક્સ અધિકારીઓને આ વાતોનો અધિકાર આપ્યો છે કે જેના પર ટેક્સ ચોરીનો આરોપ છે તેવા ભારતીયના બેંક ખાતા વિશે જાણકારી આપવાની પરવાનગી આપી દીધી છે. ખરેખર વર્ષ 2008 દરમિયાન હાર્વે ફેલીસાની જેઓ ફ્રાન્સ નાગરિક છે અને એચએસબીસી બેંકમાં કામ કરતા હતા તેમને હજારો લોકોના નામ જાહેર કર્યા હતા, જેઓ ટેક્સ બચાવવા માટે સ્વિસ બેંકનો સહારો લઇ રહ્યા હતા.

આ રીતે થયો હતો ખુલાસો

આ રીતે થયો હતો ખુલાસો

આ જાણકારી સામે આવ્યા પછી બધા જ દેશોમાં ચર્ચા થવા લાગી કે કેટલા લોકો ટેક્સ ચોરી કરવા માટે સ્વિસ બેંકનો સહારો લઇ રહ્યા છે. ત્યારપછી સ્વિસ બેંકની ગોપનીયતા વિશે પણ સવાલ થવા લાગ્યા. ત્યારપછી કોર્ટ ઘ્વારા હાર્વે ફેલીસાની ને જાસૂસી માટે પાંચ વર્ષની સજા સંભાળવવામાં આવી પરંતુ તેમને સ્વિઝર્લેન્ડ છોડી દીધું અને સજાથી બચી ગયા. પરંતુ તેના ડેટા લીક થવાને કારણે સ્વિસ કોર્ટ પર દબાવ વધી ગયો. એટલું જ નહીં પરંતુ ઘણા દેશો ઘ્વારા વાર કરવામાં આવી કે ટેક્સ ચોરી કરનાર સામે કાર્યવાહી કરવામાં તેઓ મદદ કરે.

ભારતને જાણકારી આપવામાં આવશે

ભારતને જાણકારી આપવામાં આવશે

ગયા વર્ષે સ્વિઝર્લેન્ડની ઉપલી કોર્ટ ઘ્વારા તે અપીલ રદ કરી દેવામાં આવી હતી જેમાં દંપતી વિરુદ્ધ ટેક્સ ચોરી કરવાનો મામલો નોંધવામાં આવ્યો હતો અને આ મામલે જાંચ કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે એચએસબીસી જેનેવા બેંકમાંથી જે ડેટા ચોરી થયો છે તેના પર વિશ્વાસ નહીં કરી શકાય. પરંતુ ગુરુવારે કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારતના તેવા નાગરિકોની જાણકારી આપવામાં આવે જે ટેક્સ ચોરી કરી રહ્યા છે.

ભારત તરફથી કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી

ભારત તરફથી કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી

સ્વિસ કોર્ટ ઘ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે કે જે લોકો ટેક્સ ચોરી કરી રહ્યા છે તેની જાણકારી ભારતને આપવી જોઈએ. પરંતુ ભારત તરફ થી આ બાબતે કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી કે તેમને કોઈ વ્યકતિના બેંક ખાતા વિશે જાણકારી મળી છે કે નહીં.

English summary
Swiss court big decision India should be given data of accounts in tax evasion case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X