For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિનની સામે ઝૂક્યું તાલિબાન, કહ્યું-'ટિકા નહીં, તારીફ કરી હતી'

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 29 નવેમ્બર: પાકિસ્તાની તાલિબાને ચેમ્પિયન ક્રિકેટર સચિન તેંડુલકર અંગે પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે જે લોકો માર્યા ગયેલા ઉગ્રવાદીઓને શહિદ માનવાના વિરોધી છે, તેઓ એ જ રીતે એ પ્રકારના લોકો છે જે તેંડુલકરની એટલા માટે પ્રસંશા કરવા નથી માંગતા કારણ કે તે ભારતીય છે.

વીડિયો શેરિંગ વેબસાઇટ પર જારી કરેલી ક્લિપમાં તહેરીક એ તાલિબાન પાકિસ્તાનના પ્રવક્તા શહીદુલ્લાહ શાહિદે આ નિવેદન આપ્યું છે. તેઓ મોતને ભેંટેલા કમાંડર હકીમુલ્લાહ મહસૂદને શહીદ કહેનાર જમાત એ ઇસ્લામના પ્રમુખ મુનવ્વર હસનના નિવેદનની ટીકાનો જવાબ આપી રહ્યો હતો. શાહિદના નિવેદનને મીડિયાએ તેંડુલકરની પ્રસંશાનો વિરોધ માની લીધો હતો.

તેમણે જણાવ્યુ કે કેટલાંક લોકો કહે છે કે તેંડુલકર ભલે સારો ખેલાડી છે પરંતુ તેના વખાણ ના કરો કારણ કે એ પાકિસ્તાનના નાગરિકને શોભતું નથી. આ લોકો કહે છે કે મિસબાહ ભલે ગમે તેટલો ખરાબ ખેલાડી હોય પરંતુ તેના વખાણ કરો કારણ કે તે પાકિસ્તાની છે. શાહિદે જણાવ્યું કે મુનવ્વર હસનની ટિકા કરનાર પણ આ પ્રકારનો જ વ્યવહાર કરી રહ્યા છે.

શાહિદે સ્પષ્ટપણે જણાવ્યું કે મુનવ્વરના નિવેદન પર વિવાદને લઇને મીડિયા કવરેજનો ઉલ્લેખ કરતા તેમણે તેંડુલકરનું ઉદાહરણ આપ્યું હતું. મહસૂદ એક નવેમ્બરના રોજ અમેરિકન ડ્રોન હુમલામાં મૃત્યું પામ્યો હતો. તેણે જણાવ્યું હતું કે અમેરિકા માટે લડનાર પાકિસ્તાની ફૌઝિયોને શહીદ કહેવામાં આવે છે જ્યારે ઇસ્લામ માટે લડનાર તાલિબાનીઓને શહિદ કહેવામાં આવતા નથી.

sachin
પાકિસ્તાની મીડિયાએ તેંડુલકરની વિદાઇ ભાષણનું જીવંત પ્રસારણ બતાવ્યું હતું. સમાચાર પત્રોએ તેમના વખાણ કરતા જણાવ્યું કે ક્રિકેટને તેમની ખોટ પડશે. તેંડુલકરે 1989માં પાકિસ્તાન વિરુધ્ધ પ્રથમ ટેસ્ટ રમી હતી.

ઉર્દૂ દૈનિક ઇંસાફે લખ્યું કે તેંડુલકર જેવા ક્રિકેટર રોજ પેદા નથી થતા. લોકો તેમને અમર્યાદીત ચાહે છે અને તેમની ઇજ્જત કરે છે. જ્યારે એક્સપ્રેસ ટ્રિબ્યૂન અને ડેલી ટાઇમ્સે સચિનને ક્રિકેટનો આધારસ્તંભ ગણાવ્યા.

English summary
They already hate schoolgirl education activists and regularly issue statements against a government they are trying to topple. But now the Pakistani Taliban have found a new target for their anger: unpatriotic media admiration for the Indian batsman Sachin Tendulkar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X