For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુશ્મની હોવા છતાં તાલિબાને અમેરિકી સૈન્યને અફઘાનથી નીકળવામાં મદદ કરીઃ મૈકેંજી

દુશ્મની હોવા છતાં તાલિબાને અમેરિકી સૈન્યને અફઘાનથી નીકળવામાં મદદ કરીઃ મૈકેંજી

|
Google Oneindia Gujarati News

અમેરિકી સેનાએ સોમવારે અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોના અંતિમ દળની વિદાઈની ઘોષણા કરી. તાલિબાને દેશ પર નિયંત્ર કર્યા બાદ અમેરિકી સૈનિકોની વિદાઈ સાથે જ 20 વર્ષના સંઘર્ષનું સમાપન થયું છે. મધ્ય કમાનના પ્રમુખ જનરલ કેનેથ મૈકેંજીએ કહ્યું, "હું અહીં અફઘાનિસ્તાનથી મારી વાપસી પૂરી થવા અને અમેરિકી નાગરિકોને કાઢવા માટે સૈન્ય મિશનની સમાપ્તિની ઘોષણા કરવા આવ્યો છું." મૈકેંજીએ કહ્યું કે મહાકાય સી-17 સૈન્ય પરિવહન વિમાને કાબુલના હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કાબુલના સમયાનુસાર અડધી રાતથી એક મિનિટ પહેલાં ઉડાણ ભરી.

Kenneth F. McKenzie

પ્રેસિડેન્ટ જો બિડેને આ વર્ષની શરૂઆતમાં અમેરિકી સેનાની વાપસી માટે 31 ઓગસ્ટની સમય સીમા નક્કી કરી હતી.

ઈસ્લામિક સ્ટેટ-ખોરાસને બે અઠવાડિયાના નિકાસી અભિયાન દરમિયાન બે હુમલા કર્યા. એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 13 અમેરિકી સૈનિકો સહિત 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. જે બાદ ભારે સુરક્ષા વચ્ચે અંતિમ ઉડાણ ભરી.

મૈકેંજીએ કહ્યું કે તાલિબાન બંને પક્ષો વચ્ચે જબરી દુશ્મની છતાં ત્યાંથી ખસી જવા અને અંતિમ ઉડાણના સંચાલનમાં બહુ મદદગાર અને ઉપયોગી રહ્યું છે.

અલકાયદા દ્વારા અમેરિકા પર 11 સપ્ટેમ્બર 2001ના હુમલા બાદ 2001માં જ તાલિબાનને સત્તાથી બેદખલ કરવા માટે અમેરિકી સૈનિક નાટો ગઠબંધનના નેતૃત્વમાં અફઘાનિસ્તાન આવ્યા હતા.

અમેરિકી સેના દ્વારા 20 વર્ષના યુદ્ધને સમાપ્ત કરવા અને અફઘાનિસ્તાનથી બહાર નિકળવાની પુષ્ટિ બાદ કાબુલમાં ગોળીઓનો અવાજ સાંભળવા મળ્યો હતો.

English summary
Taliban help US troops pull out of Afghanistan despite hostilities: McKenzie
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X