For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનગરમાં હુમલો કરનારા પાકિસ્તાની ન્હોતા: પાકિસ્તાન

|
Google Oneindia Gujarati News

pakistan
ઇસ્લામાબાદ, 14 માર્ચ: જમ્મૂ અને કશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગરમાં બુધવારે થયેલા હુમલામાં સામેલ બે આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનો ભારતના અનુમાન પર પાકિસ્તાન સરકારે અસહમતી દર્શાવી છે અને જણાવ્યું છે કે હુમલાખોરો પાકિસ્તાની ન્હોતા.

પાકિસ્તાની વિદેશમંત્રાલય તરફથી બુધવારે મોડી સાંજે આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાન ભારતીય ગૃહસચિવ આર.કે.સિંહના એ આરોપોને રદિયો આપે છે કે શ્રીનગરના બેમિના વિસ્તારમાં આવેલી પોલીસ પબ્લિક સ્કૂલ વિસ્તારમાં સીઆરપીએફના કેમ્પ પર હુમલો કરના બે આતંકવાદીઓ પાકિસ્તાની હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મને લાગે છે કે ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ તરફથી આપવામાં આવતા આવા પ્રકારના બેજવાબદારીભર્યા નિવેદન થકી બંને દેશો વચ્ચેના સંબંધો પર અસર પડી શકે છે.

તેમણે જણાવ્યું કે પાકિસ્તાન પોતે આતંકવાદનો શિકાર છે અને કોઇ પણ રીતે આતંકવાદી ઘટનાઓની નિંદા કરે છે અને સાથે સાથે ભારત સરકારને અપીલ કરે છે કે આ પ્રકારના આરોપ લગાવ્યા પહેલા મામલાની સંપૂર્ણ તપાસ કરાવે, કારણ કે આવા પ્રકારના આરોપોની પ્રતિકૂળ અસર પડી શકે છે.

English summary
terrorists who attacked in Srinagar they are not Pakistani said Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X