ટેકસાસ શૂટિંગ બાદ બોલ્યા જો બાઈડેન, આખરે આપણે ક્યારે ગન લૉબી વિરુદ્ધ ઉભા થઈશુ

અમેરિકાના ટેકસાસ સ્થિત સ્કૂલમાં ગોળીબારની ઘટના બાદ રાષ્ટ્રપતિ જો બાઈડેને પ્રેસને સંબોધિત કરી.

વૉશિંગ્ટનઃ અમેરિકાના ટેકસાસ સ્થિત સ્કૂલમાં ગોળીબારની ઘટના બાદ રાષ્ટ્રપતિ જો બાઈડેને પ્રેસને સંબોધિત કરી. રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે ભગવાન માટે આખરે ક્યારે આ ગન લૉબી વિરુદ્ધ ઉભા થઈશુ. હું આનાથી થાકી ગયો છુ, હવે આપણે કાર્યવાહી કરવી પડશે. મને એ ના કહેતા કે નરસંહારની કોઈ અસર નહિ થાય. એક 18 વર્ષનો છોકરો એક બંદૂકની દુકાનમાં જાય છે અને બે અસૉલ્ટ હથિયાર ખરીદે છે, આ બિલકુલ ઠીક નથી. આ રીતનો નરસંહાર દુનિયામાં કદાચ જ ક્યાંક થતો હોય છે.

biden

બાઈડેને કહ્યુ કે બાળકને ગુમાવવુ એ તમારા આત્માના ટુકડાને ફાડી નાખવા જેવુ છે. તમારુ હૃદય ખોખલુ બની જાય છે. તમને લાગે છે કે તેમાં કંઈ જ બાકી નથી, તે પહેલા જેવુ ક્યારેય નથી રહેતુ. આપણે આ નરસંહાર શા માટે થવા દઈએ છીએ? શા માટે આપણે આવી ઘટનાઓ બનવા દઈએ છીએ? ભગવાનના નામે આપણી પીઠ ક્યાં છે. શા માટે આપણે આવા નરસંહાર સાથે જીવવા તૈયાર છીએ?

વ્હાઇટ હાઉસમાં બોલતા જો બાઈડેને અમેરિકન લોકોને પીડિતોના પરિવારો અને મૃતકોની આત્મા માટે પ્રાર્થના કરવા હાકલ કરી હતી. તેમના ભાષણની શરૂઆતમાં બાઈડેને કહ્યુ હતુ કે સુંદર, નિર્દોષ બાળકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તેના સાથીઓ બધા જોઈ રહ્યા હતા જાણે તે યુદ્ધના મેદાનમાં હોય. આ બાળકો હવે આ ભયાનક ચિત્ર અને સ્મૃતિ સાથે તેમનું આખુ જીવન જીવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X