For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂ યૉર્કમાં 'દાયકાઓની સૌથી ભયાનક આગ', નવ બાળકો સહિત 19નાં મૃત્યુ

ન્યૂ યૉર્કમાં 'દાયકાઓની સૌથી ભયાનક આગ', નવ બાળકો સહિત 19નાં મૃત્યુ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ન્યૂ યૉર્કમાં એક અપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં આગ લાગતા ઓછામાં ઓછા 19 લોકોનાં મૃત્યુ થયાં છે જેમાં નવ બાળકો પણ સામેલ છે.

ન્યૂ યૉર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું કે અન્ય 32 લોકોને હૉસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે જેમાંથી કેટલાક લોકોની પરિસ્થિતિ ગંભીર છે.

ન્યૂ યૉર્ક

અગ્નિશમન વિભાગના કમિશ્નર ડેનિયલ નિગ્રોએ કહ્યું કે તેમને 19 માળની આ ઇમારતના દરેક માળ પરથી લોકો મળી આવ્યા અને અહીં ભયંકર ધુમાળો ભરાઈ ગયો હતો.

એનબીસીને કહ્યું કે ન્યૂ યૉર્કમાં છેલ્લાં 30 વર્ષમાં થયેલી દુર્ઘટનાઓમાં આ સૌથી મોટો મૃતાંક છે.

અગાઉ ફિલાડેલ્ફિયામાં એક અપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં જેમાં આઠ બાળકો પણ સામેલ હતાં


'દાયકાઓની સૌથી ભયાનક આગ'

ન્યૂ યૉર્ક

રવિવારના બ્રૉન્ક્ઝમાં સ્થાનિક સમય અનુસાર 11 વાગ્યે અપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળ પર આગ લાગી ગઈ હતી .

કમિશ્નર નિગ્રોએ કહ્યું કે જે અપાર્ટમેન્ટમાં આગ લાગી તેનો દરવાજો ખુલ્લો હતો એટલે ધુમાળો ઇમારતના દરેક માળ પર ફેલાઈ ગયો હતો.

તેમણે કહ્યું કે, "અગ્નિશમન વિભાગના સભ્યોને દરેક માળની સીડીઓ પર લોકો મળ્યા જેમને કાર્ડિએક અરેસ્ટ અને શ્વાસ રુંધાવાની સમસ્યા થઈ રહી હતી."

જ્યોર્જ કિંગ જેઓ નજીકમાં રહે છે તેમણે સમાચાર સંસ્થા એએફપીને કહ્યું કે લોકો બારીઓમાંથી હાથ હલાવીને બોલાવી રહ્યા હતા અને પાછળથી ધુમાડો છવાઈ રહ્યો હતો.

"મેં ધુમાડો જોયો અને કેટલાક લોકો ઘબરાઈ ગયા હતા, કોઈ બિલ્ડિંગમાંથી કૂદવા નહોતું માગતું."


આગમાં 63 લોકોને ઈજાઓ થઈ, 32 હૉસ્પિટલમાં

ન્યૂ યૉર્કના મેયરના વરિષ્ઠ સલાહકાર સ્ટેફન રિંગલે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે આ આગમાં 63 લોકોને ઈજાઓ થઈ છે જેમાંથી 32 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. 13 લોકોની હાલત ગંભીર છે.

ન્યૂ યૉર્કના ગવર્નર કૅથી હોચુલે રવિવારની ઘટનાને વિનાશની રાત ગણાવી અને ઘટનાના પ્રભાવિતોને વળતર આપવાનો વાયદો કર્યો.

હોચુલે કહ્યું કે, " નવા આવાસ માટે ભંડોળ, દફનવિધિનો ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટે ભંડોળ અપાશે, ન્યૂ યૉર્કમાં આપણે આવું જ કરીએ છીએ."

બ્રૉન્ક્ઝનો વિસ્તાર જ્યાં આગ લાગી હતી, ત્યાં મોટા પ્રમાણમાં મુસ્લિમો રહે છે અને આ આગમાં પ્રભાવિત થયેલા લોકો ગાંબિયાથી અમેરિકા આવેલા છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=9VfwtRLK9bw

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The deadliest fire in decades in New York, killing 19 people, including nine children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X