ધર્મ અને આતંકવાદમાં કોઇ સંબંધ નથી: નરેન્દ્ર મોદી

નેપેડા, 13 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ધર્મ અને આતંકવાદની વચ્ચે કોઇ પ્રકારનો સંબંધ ના હોવો જોઇએ. મોદીએ જણાવ્યું કે આતંકવાદનો જવાબ આપવા માટે તમામ પ્રકારના આતંકવાદની વિરુદ્ધ વાસ્તવિક આતંરરાષ્ટ્રીય ભાગીદારીની જરૂરીયાત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીન તરફથી જારી કરવામાં આવેલ ટ્વિટ અનુસાર મોદીએ પૂર્વ એશિયા સમ્મેલન દરમિયાન પોતાના ભાષણમાં જણાવ્યું કે ભારત ઇસ્લામિક સ્ટેટ સમૂહ વિરુદ્ધ ઇએએસના ઘોષણાપત્રનું સ્વાગત કરે છે.

મોદીએ જણાવ્યું કે આતંકવાદ અને ચરમપંથના પડકારો વધી ગયા છે વધુ દેશોને આ સુનિશ્ચિત કરવું પડશે કે સંપર્ક અને સમૃદ્ધિનો સ્રોત સાઇબર અને અંતરિક્ષ, નવા સંઘર્ષનું મંચ ના બની જાય. દક્ષિણ ચીન સાગરમાં ક્ષેત્રીય સંક્ષર્ષનો ઉલ્લેખ કરતા, તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા અને માનક દક્ષિણ ચીન સાગરમાં શાંતિ અને સ્થાયિત્વ માટે મહત્વપૂર્ણ છે.

modi
તેમણે જણાવ્યું કે આંતરિક આત્મ નિર્ભરતા અને વૈશ્વિકરણના યુગમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને માનકોને માનવા ઉપરાંત કોઇ વિકલ્પ નથી. ઇબોલા વાયરસના સંગ્રમણનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે તેણે મહામારીના રોકધામમાં આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વને દર્શાવ્યું છે.

મોદીએ ત્યાં હાજર લોકોને જણાવ્યું કે ભારત ઇબોલાની વિરુદ્ધ 1.2 કરોડ ડોલરનું યોગદાન આપ્યું છે. દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશો સુધી ભારતની પહોંચને લઇને મોદીએ જણાવ્યું કે તેમની સરકારે પ્રાથમિકતા અને ઝડપની સાથે પૂર્વની તરફ જુઓ નીતિને એક્ટ ઇસ્ટ પોલિસીમાં બદલી દીધી છે.

પૂર્વ એશિયા સમ્મેલનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે એશિયા-પ્રશાંત અને વિશ્વમાં શાંતિ, સ્થાયિત્વ અને સમૃદ્ધિ માટે કોઇ બીજું મંચ એટલું મહત્વપૂર્ણ નથી. તેમણે એ સૂજાવ આપ્યો કે વિભિન્ન દેશ ભાગીદારી ઉદાહરણ સ્વરૂપ અને ઊર્જાના ક્ષેત્રમાં ભાગીદારીના ક્ષેત્રમાં મોટી પહેલ કરી શકે છે. મોદીએ જણાવ્યું કે દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોના સંગઠનની સફળતા એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સરહદ એકીકરણ માટે પ્રેરણાદાયી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X