આ છે દુનિયાના સૌથી ઘાતક 5 આતંકી સંગઠન, હજારો લોકોના મોતમાં સામેલ હોવાનો આરોપ
હાલ પુરૂ વિશ્વ ધાર્મિક આતંકવાદથી પીડિત છે. પાકિસ્તાન જેવા આતંકવાદની ફેક્ટ્રી ગણાતા દેશો પાછલા રસ્તે આતંકીઓને મદદ કરી રહ્યા છે ત્યારે આજે કેટલાક એવા આતંકી ગ્રુપ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને હજારો નિર્દોશ લોકોના જીવ લીધા છે.
હાલમાં સામે આવેલા ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સના એક રિપોર્ટમાંં દુનિયાના સૌથી ઘાતક આતંકી સંગઠનોની યાદી સામે આવી છે. આ લિસ્ટમાં વિશ્વના ટોચના આતંકવાદી સંગઠનોની માહિતી છે. આ યાદી અનુસાર, ઈસ્લામિક સ્ટેટ પ્રથમ, અલ-શબાબ બીજા અને ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત ત્રીજા સ્થાને છે.

જણાવી દઈએ કે, વર્ષ 2022માં ઈસ્લામિક સ્ટેટે સૌથી વધુ 410 હુમલા કર્યા અને આ હુમલાઓમાં 1045 લોકોના મોત થયા. જ્યારે અલ-શબાબે વર્ષ 2022માં કુલ 315 હુમલા કર્યા અને 784 લોકોના મોત થયા. આ સિવાય ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતે વર્ષ 2022માં 141 આતંકી હુમલા કર્યા અને 00498 લોકોના મોત થયા.
ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર, જમાત નુસરત અલ-ઈસ્લામ વાલ મુસ્લિમીન ચોથા નંબર પર છે. આ આતંકી સંગઠને વર્ષ 2022માં કુલ 77 આતંકી હુમલા કર્યા અને 279 લોકોના મોત થયા તેમજ 215 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સિવાય બલૂચિસ્તાન લિબરેશન આર્મી પાંચમા સ્થાને છે. તેને વર્ષ 2022 માં 30 હુમલા કર્યા જેમાં 233 લોકોના મોત થયા તેમજ 113 લોકો ગંભીર રીતે ઘાયલ થયા.












Click it and Unblock the Notifications
