• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડોનાલ્ડ ટ્રમ્પની કાયદાકીય મુસીબત વધારી શકે આ છ કેસ

By BBC News ગુજરાતી
|

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ પણ ગુનાહિત અથવા નાગિરક કાયદાકીય કાર્યવાહી સામે રક્ષણ મળેલું હતું.

જોકે, 2020ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હાર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ હવે સામાન્ય નાગરિક બની જશે.

તેનો અર્થ છે કે ટ્રમ્પ તેમને રાષ્ટ્રપતિ તરીકે મળેલા વિશેષાધિકાર પણ ગુમાવી દેશે, અને તેમને દાવો માંડનારાઓ અને વકીલોનો સામનો કરવાનો રહેશે.

યુએસ ફેડરલ અને ન્યૂ યૉર્ક સ્ટેટ પ્રૉસિક્યૂટર ડેનિયલ આર ઑલોન્સોએ બીબીસીને કહ્યું, "તેઓ વ્હાઇટ હાઉસમાંથી બહાર થશે અને તેમના માટે માહોલ બદલાઈ જશે. તેમની પાસે તપાસને રોકવા માટેની રાષ્ટ્રપતિની શક્તિઓ નહીં હોય. "

ટ્રમ્પ અને તેમની રિયલ –ઍસ્ટેટ કંપની ટ્રમ્પ ઑર્ગનાઇઝેશની વિરુદ્ધ સૌથી મોટી અને ગંભીર કાયદાકીય ચિંતા ન્યૂ યૉર્કમાં ગુનાહિત તપાસની રહેશે.

એ સિવાય તેમની વિરુદ્ધ પરિવારના એક સભ્ય દ્વારા લગાવવામાં આવેલ ફ્રૉડના આરોપ અને કૉલમિસ્ટની જાતીય સતામણીના આરોપ સિવાય સંખ્યાબંધ ખટલા દાખલ કરવામાં આવ્યા છે.

તેમના માટે 'કાયદાકીય તોફાન' રાહ જોઈ રહ્યું છે. તેમની સામે ઊભી થનાર પાંચ સંભાવિત કાયદાકીય લડતની વાત કરીએ.


1. મોઢું બંધ રાખવા માટે પૈસા આપવાનો આરોપ

અત્યાર સુધી શું ખબર છે : પ્લૅબૉય મૅગેઝિનનાં મૉડલ કૅરેન મૅક ડગલસ અને ઍડલ્ટ ફિલ્મોનાં અભિનેત્રી સ્ટૉર્મી ડેનિયલ્સે ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમને ચૂપ કરાવવાનો આરોપ મૂક્યો હતો.

આ સ્કૅન્ડલમાં બંને મહલિઆઓ કહ્યું હતું કે તેમનાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યૌન સંબંધ હતા અને 2016ની ચૂંટણી પહેલાં તેમને ચૂપ રહેવા માટે પૈસા આપવામાં આવ્યાં હતાં.

2018માં જ્યારે તેમણે આ મહિલાઓએ જાહેરમાં નિવેદનો કર્યા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ માટે જાણે રાજનીતિક ડાઇનેમાઇટ ફૂટ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમની વિરુદ્ધ બે કેસમાં ગુનાહિત તપાસ શરૂ થઈ હતી.

પ્રથમ કેસમાં ફેડરલ અથવા રાષ્ટ્રીય કાયદાઓના ઉલ્લંઘનનો આરોપ હતો અને બીજા કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ ખાનગી વકીલ માઇકલ કોહેન પર "ફિક્સર" તરીકે કામ કરવાનો આરોપ લાગ્યો હતો.

તપાસ હેઠળ કોહેને બંને મહિલાઓને નાણાં આપવાની વ્યવસ્થા કરવાની વાત સ્વીકારી હતી. આ પેમેન્ટને ચૂંટણૃપ્રચાર અંગેના ખર્ચના કાયદાનું ઉલ્લંઘન માનીને ખટલો ચલાવવામાં આવ્યો હતો અને માઇકલ કોહેનને 2018માં ત્રણ વર્ષની જેલની સજા આપવામાં આવી હતી.

કોહેને કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમને આ પેમેન્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ ટ્રમ્પ સામે આ અંગે કોઈ આરોપ મૂકવામાં નહોતા આવ્યા. કેમ?

પ્રથમ, ડોનાલ્ડ ટ્રમ્પની સામે કોઈ આરોપ લગાવવા માટે વકીલોએ પહેલાં એ પુરવાર કરવું પડ્યું હોત કે તેમણે જ કોહેનને આ પેમેન્ટ કરવા કહ્યું હતું. બીજું, વકીલો પાસે ટ્રમ્પની સામે પૂરતાં પુરાવા હોત તો પણ કાયદાકીય નિષ્ણાતો પ્રમાણે વર્તમાન રાષ્ટ્રપતિની વિરુદ્ધ ગુનાહિત કેસમાં આરોપ લગાવવા એક અમેરિકાની સરકારી નીતિની વિરુદ્ધ છે.

તો શું કેસ બંધ થઈ ગયો? ના. અહીં ટેકનિકલ પેચ ફસાય છે.

સરળ શબ્દોમાં કહીએ તો પેમેન્ટ્સ અંગેના બીજા ગુનાહિત મામલાની તપાસ ન્યૂ યૉર્કમાં ચાલી રહી છે.

મૅનહૅટનના ડિસ્ટ્રિક્ટ ઍટર્ની સાઇરસ વૅન્સ ટ્રમ્પ ઑર્ગનાઇશનની વિરુદ્ધ પેમ્ન્ટ્સ અંગે ખોટાં બિઝનસ રૅકર્ડ રાખવાના મામલાની તપાસ કરી રહ્યા છે.

સાઇરસ વૅન્સ પાસે ગુનાના આરોપ લગાવવાના કોઈ પુરાવા છે કે નહીં. કારણકે પુરાવા હોવા મહત્ત્વપૂર્ણ છે.

આગળ શું થશે : ન્યૂ યૉર્કના કાયદા હેઠળ ખોટાં બિઝનસના રૅકર્ડ રાખવા એ 'દુષ્કૃત્ય' માનવામાં આવ્યું છે અને તેના માટે એક વર્ષની જેલ સુધીની સજા પણ થઈ શકે છે.

હવે અહીં સાઇરસ વૅન્સ માટે મુશ્કેલી થોડીક વધી શકે છે.

ન્યૂ યૉર્કમાં દુષ્કૃત્યના ગુનાના આરોપ દાખલ કરવા માટે બે વર્ષની સમયસીમા નક્કી કરેલી છે.

ઑલોન્સો કહે છે, “આ પેમેન્ટ્સ કર્યાને બે વર્ષથી વધારે સમય વીતી ગયો છે એટલે સરકારી વકીલ વૅન્સ પાસે બહુ વિકલ્પ રહેતા નથી.”

તો શું વિકલ્પ રહેશે? ન્યૂ યૉર્કમાં, ખોટાં બિઝનસ રૅકર્ડ રાખવા એ ગંભીર અપરાધની શ્રેણીમાં મૂકી શકાય છે, પણ ક્યારે?

જ્યારે આ અન્ય ગુનાને છુપાવવા માટે કરવામાં આવ્યો હોય ત્યારે, જેમકે કરવેરા એટલે કે ટૅક્સ ફ્રૉડમાં.

'ફૅલની' એટલે કે ગંભીર ગુનામાં આરોપ લગાવવા માટે સમયગાળો લાંબો હોય છે અને તેમાં લાંબાગાળાની જેલની સજા પણ થઈ શકે છે. તો પણ, આરોપ દાખલ કરીને ખટલો ચલાવવાનો રસ્તો ધૂંધળો લાગે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી પ્રચારના ખર્ચના કાયદાના ઉલ્લંનના કેસમાં ન્યૂ યૉર્કમાં ખટલો ચલાવી શકાય કે નહીં, એ હજી સ્પષ્ટ નથી. આ કેસમાં કોહેનને ત્રણ વર્ષની જેલની સજા આપવામાં આવી હતી.

ત્યારે અહીં સાઇરસ વૅન્સની તપાસનો બીજો રસ્તો સામે આવે છે.


2. ટૅક્સ અને બૅન્ક ફ્રૉડની તપાસ

https://www.youtube.com/watch?v=m_-Tnktj4Qk&t=16s

જે ખબર છે : ઑગસ્ટ 2019માં ટ્રમ્પ ઑર્ગનાઇઝેશનના વકીલે કહ્યું હતું કે તેમને રાજનીતિક નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

ટ્રમ્પના વકીલનું નિવેદન ખૂબ આકરું હતું.

સાઇરસ વૅન્સે દસ્તાવેજો જોવાની માગ કરી હતી જેને સબપીના કહેવાય છે. તેમણે કેટલાક વર્ષોના નાણાકીય રૅકર્ડ અને સૌથી અગત્યના ટ્રમ્પના આઠ વર્ષોના ટૅક્સ રિટર્ન જોવાની માગ કરી હતી.

ત્યારથી, ડોનાલ્ડ ટ્રમ્પે આ સબપીનાને રોકવાના પ્રયત્નો કર્યા છે, તેમણે અદાલતમાં કહ્યું છે કે આ રાજકીય હૅરસમેન્ટ છે.

ઑક્ટોબરમાં ફેડરલ અપીલ અદાલતે ટ્રમ્પ સાથે અસહમત થતા તેમના ટૅક્સ રિટર્નને વકીલોની પહોંચ સુધી લાવ્યા હતા.

સાઇરસ વૅન્સે ટ્રમ્પના ટૅક્સ રિટર્ન્સને અદાલતમાં રજૂ કરનારા દસ્તાવેજોમાં સામેલ કરવા પર બહુ ભાર મૂક્યો હતો.

ઑગસ્ટ મહિનામાં ટ્રમ્પના ટૅક્સ રિટર્સ માગતા સાઇરસ વૅન્સે 'ટ્રમ્પ ઑર્ગનાઇઝેશનના સંભાવિત વિશાળ અને વ્યાપક ગુનાહિત આચરણ’ના જાહેર રિપોર્ટ્સ, જેમાં ઇન્શ્યોરન્સ અને બૅન્ક ફ્રૉડ પણ સામેલ છે, નો ઉલ્લેખ કર્યો હતો.

સપ્ટેમ્બરમાં અદાલતમાં એક અન્ય અરજીમાં કહેવાયું કે કરવેરાનું કૌભાંડ એવો સંભાવિત ગુનો છે, જેને પુરાવા મળવા પર સાબિત કરી શકાય છે.

ન્યૂ યૉર્કમાં, અમુક પ્રકારના ટૅક્સ ફ્રૉડને ફેલની એટલે કે ગંભીર ગુનાની શ્રેણીમાં મૂકી શકાય છે જેમાં જેલની લાંબી સજા ભોગવવી પડી શકે છે.

હાલ સાઇરસ વૅન્સ દ્વારા ટૅક્સ ફ્રૉડ અંગેના જે જાહેર રિપોર્ટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે માત્ર તપાસનો આધાર છે, બીજું કંઈ નહીં.

આગળ શું થઈ શકે છે : ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટૅક્સ રિટર્ન્સ સોંપવાની માગ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસનો નિવેડો આવી શકે છે.

જોકે ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ ગંભીર મામલો છે.

જ્યૉર્જ વૉશિંગટન યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર જૉનાથન ટર્લીએ બીબીસીને કહ્યું, “ટ્રમ્પની વિરુદ્ધ સૌથી અગત્યનો ગુનાહિત મામલો છે તેમના ટૅક્સ અને બૅન્કની વિગતોની તપાસ. પરંતુ તેમાં કંઈ ગુનાહિત છે કે કેમ એ હજી સ્પષ્ટ થયું નથી.”

સાઇરસ વૅન્સને જો ડોનાલ્ડ ટ્રમ્પના ટૅક્સ રિટર્ન્સની વિગતો ન મળે તો આ ગુનાહિત કેસ બની પણ શકે અને નહીં પણ. પણ મૂળત: સાઇરસ વૅન્સને તપાસ માટે ટૅક્સ રિટર્ન્સની વિગતોની જરૂર છે.


3. રિયલ ઍસ્ટેટ ફ્રૉડની તપાસ

અત્યાર સુધી શું ખબર છે : ન્યૂ યૉર્કનાં અટર્ની જનરલ લેટિશિયા જેમ્સ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક અન્ય મુસીબત છે.

માર્ચ 2019થી લેટિશિયા જેમ્સ ટ્રમ્પ ઑર્ગનાઇઝેશનનાં એક સંભાવિત રિયલ-ઍસ્ટેટ ફ્રૉડની તપાસ કરી રહ્યાં છે.

આના તાર પણ કોહેન સાથે જોડાયેલા છે, જેમણે ફેબ્રુઆરી 2019માં કૉંગ્રેસને કહ્યું હતું કે ટ્રમ્પે લોન લેવા માટે પોતાની પ્રૉપર્ટીના ભાવ વધારે બતાવ્યા અને ટૅક્સ ઘટાડવા માટે તેમણે પ્રૉપર્ટીના ભાવ ઓછાં બતાવ્યા.

કોહેનના નિવેદનથી લેટિશિયા જેમ્સને ડોનાલ્ડ ટ્રમ્પના રિયલ ઍસ્ટેટ સામ્રાજ્ય વિશે વધારે માહિતી મેળવવાનો આધાર આપ્યો હતો. સાઇરસ વૅન્સની જેમ લેટિશિયા જેમ્સને પણ માહિતી મેળવવા માટે અદાલતનો સહારો લેવો પડ્યો. ટ્રમ્પ ઑર્ગનાઇઝેશનના ઉપપ્રમુખ અને રાષ્ટ્રપતિના પુત્ર ઍરિક ટ્રમ્પે લેટિશિયા જેમ્સ પર રાજકીય દ્વેષને રાખવાનો આરોપ લગાવ્યો છે.

છતાં તેઓ ઑક્ટોબરમાં લેટિશિયા જેમ્સના ઑફિસમાં નિવેદન આપવા માટે હાજર રહ્યા હતા.

આગળ શું થશે લેટિશિયા જેમ્સને તપાસ આગળ વધારવા માટે વધારે માહિતી અને અન્ય નિવેદનોની જરૂર છે.

ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ આ કાયદાકીય બાબતોમાં ભાગ લઈ શકે તેમ નથી કારણકે તેઓ ખૂબ વ્યસ્ત છે. જોકે હવે તેઓ આ બહાનું નહીં આપી શકે.

લેટિશિયા જેમ્સ, જેવું તેમણે ટ્રમ્પના પુત્ર સાથે કર્યું હતું તે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ પર શપથ હેઠળ પૂછપરછ માટે આવવાનું દબાણ કરી શકે છે.

ઑલોન્સો કહે છે, “રાષ્ટ્રપતિ પદ માટે બીજી વખત ચૂંટણી લડી રહેલા ઉમેદવાર માટે અદાલતો થોડી ઉદાર હોઈ શકે છે..પણ કોઈ સામાન્ય નાગરિક માટે નહીં.”

જો ટ્રમ્પે કંઈ ખોટું કર્યા હોવાનું સામે આવે તો નાગરિક મામલાની તપાસ પછી નાણાકીય દંડ ભરવાનો આવી શકે છે. અને પછી અન્ય ગુનાહિત મામલાની તપાસ શરૂ થઈ શકે છે.


4. પગારના નિયમોનો કેસ

https://www.youtube.com/watch?v=R2072f6HynI

ટ્રમ્પની વિરુદ્ધ રાષ્ટ્રપતિ રહેતા પગાર અંગે અમેરિકાના બંધારણમાં બનાવેલા નિયમોને તોડવાનો આરોપ છે.

અત્યાર સુધી શું ખબર છે: અમેરિકામાં રાષ્ટ્રપતિ સહિત ફેડરલ (સરકારી) અધિકારીઓએ વિદેશની સરકારો પાસેથી કોઈ પણ લાભ લેતાં પહેલાં કૉંગ્રેસની પરવાનગી લેવી પડતી હોય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સામે ત્રણ નાગરિક કાયદાકીય મામલા દાખલ કરવામાં આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેમણે કૉંગ્રેસ પાસેથી મંજૂરી નહોતી લીધી.

એક મામલામાં વૉશિંગટન ડીસીમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલમાં વિદેશી અધિકારીઓને રોકાવાની વ્યવસ્થા કરવાને સંભાવિત ઉલ્લંઘન ગણવવામાં આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ પગાર અંગેના ધારા ('ઢોંગી ઇમૉલ્યુમેન્ટ ક્લૉઝ’)ને ફટકારતા કહ્યું હતું કે પૂર્વમાં રાષ્ટ્રપતિઓ પોતાના કાર્યકાળ દરમિયાન કમાણી કરી છે.

આગળ શું થઈ શકે છે : કાયદાકીય નિષ્ણાતો કહે છે, પગાર અંગેનો આ મામલો રદ થઈ શકે છે. કૉંગ્રેસને ડેમૉક્રેટિક સભ્યો દ્વારા દાખલ એક મામલાને સુપ્રીમ કોર્ટે પહેલાં જ રદ કર્યો છે.

બંધારણીય કાયદાના નિષ્ણાત ટર્લી કહે છે, પગાર અંગેના મામલામાં ગુનાહિત કાયદાના આધારે કાર્યવાહી નથી થતી.

“આ મામલા ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાનના છે પરંતુ તેઓ વ્હાઇટ હાઉસથી બહાર થશે એટલે આ વિવાદ માત્ર શૈક્ષણિક મામલો રહી જશે. આ મુદ્દો વાદ-વિવાદનો વિષય બની રહેશે.”


5. જાતીય સતામણીના આરોપ

https://www.youtube.com/watch?v=YuGw0aBK9cU&t=19s

ડોનાલ્ડ ટ્રમ્પ પર અનેક મહિલાઓએ યૌન ગેરરીતિના આરોપ લગાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બધા આરોપોને નકારી કાઢ્યા છે, તેમણે આ આરોપોને ફેક ન્યૂઝ, રાજનીતિક કાવતરાંના ભાગ અને બદનામ કરવાના પ્રયાસ ઠેરવ્યા છે.

2016માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉતર્યા ત્યારે તેમની વિરુદ્ધ યૌન ગેરરીતિના અનેક આરોપ લગાવવામાં આવ્યા.

ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવનારાં મહિલાઓ સામે કેસ કરવાની ચિમકી આપી હતી જોકે અત્યાર સુધી તેમણે એક પણ મહિલાની વિરુદ્ધ કેસ કર્યો નથી.

ત્યારે આરોપ લગાવનારાં મહિલાઓમાંથી અમુકે ડોનાલ્ડ ટ્રમ્પની સામે કેસ કર્યા છે. બે મહિલાઓ ટ્રમ્પ પર તેમને 'જૂઠ્ઠી' કહેવા બદલ માનહાનિના કેસ કર્યા છે.

ઍલ મૅગેઝીનમાં લાંબા સમયથી કૉલમ લખનારાં ઈ જીન કૅરલ એ મહિલાઓમાંથી એક છે જેમણે ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય સતામણીના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ટ્રમ્પ પર 1990ના દાયકામાં મૅનહૅટનના એક લગ્ઝરી સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં તેમના પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે આરોપને નકારી કાઢ્યો હતો અને હવે માનહાનિનો કેસ ચાલી રહ્યો છે.

કૅરલે કેસમાં કહ્યું છે કે ટ્રમ્પ તેમને એમ કહીને બદનામ કર્યા છે કે તેઓ તેમનો બળાત્કાર એટલે ન કરી શકે કારણકે તેઓ 'ટ્રમ્પનાં ટાઇપનાં નથી’.

માનહાનિના કેસમાં તેમણે ટ્રમ્પને નિવેદન પાછું લેવા અને નુકસાની ભરવાની માગ કરી છે...પરંતુ નુકસાની અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

કૅરલનો કેસ સપ્ટેમ્બર સુધી એકદરમ સીધોસપાટ ચાલી રહ્યો હતો પરંતુ ત્યારે ચિત્રમાં આવ્યું યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ એટલે ન્યાય વિભાગ.

આ વિભાગે આ કેસમાં એક અનોખું પગલું લીધું, તેમણે આ કેસમાં બચાવ કરનારમાં ટ્રમ્પની જગ્યાએ અમેરિકાને મૂકવાનો પ્રયત્ન કર્યો.

જોકે ફેડરલ જજે વિભાગની દખલગીરીને રદ કરતા કહ્યું કે આ આરોપનો 'અમેરિકાના આધિકારિક કામકાજ સાથે કોઈ સંબંધ નથી.’

આગળ શું થઈ શકે છે : આ કેસ આગળ વધી શકે છે અને કૅરલના વકીલને પુરાવા એકઠા કરવાની મંજૂરી મળશે.

દાખલા તરીકે, તેઓ કૅરલના એ ડ્રેસ પર ટ્રમ્પના ડીએનએ હોવાના ખરાઈ કરવાની માગ કરી શકે છે, જે તેમણે એ સમયે પહેરવાનો દાવો કર્યો હતો જ્યારે કથિત રીતે ટ્રમ્પે તેમના પર બળજબરી કરી હતી. તેના માટે તેમને ટ્રમ્પના ડીએનએ સૅમ્પલની જરૂર હશે.

સમર ઝેરવૉસ દ્વારા દાખલ કરવામાં આવેલા આવાજ કેસમાં પણ આગળ આવો જ રસ્તો છે. સમર ઝેરવૉસ ટ્રમ્પના ટીવી શો ધ ઍપરેન્ટીસના પ્રતિસ્પર્ધી હતાં.

સમર ઝેરવૉસે દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમને 2007માં બેવરલી હિલ્સની એક હોટલમાં નોકરી અંગે મુલાકાત દરમિયાન તેમની જાતીય સતામણી કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે આરોપને નકારી કાઢ્યો હતો અને સમર ઝેરવૉસ પર ખ્યાતિ મેળવવા માટે નકલી આરોપ લગાવવાનો આક્ષેપ કર્યો હતો.

સમર ઝેરવૉસે ટ્રમ્પની વિરુદ્ધ 2017માં માનહાનિનો કેસ કર્યો હતો અને 3,000 ડૉલરનો દાવો ઠોક્યો હતો.

ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન આ કેસને રદબાતલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના વકીલોએ કહ્યું કે એક રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પને રાજ્યની અદાલતોમાં ચાલતા કેસોમાં ઇમ્યુનિટી એટલે કે રક્ષણ મળેલું છે.

યુનિવર્સિટી ઑફ મિશિગનમાં કાયદાના પ્રોફેસર બારબરા એલ મૅકક્વેડે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “આ દલીલ પણ 20 જાન્યુઆરીએ છૂમંતર થઈ જશે. અને પછી આ કેસમાં કંઈક હલચલ થઈ શકે છે.”


6. મૅરી ટ્રમ્પ કેસ

શું ખબર છે: " ફ્રૉડ એ માત્ર પારિવારિક ધંધો નહોતો- એ જીવવાની એક રીત હતી," આ વાક્ય ડોનાલ્ડ ટ્રમ્પનાં ભત્રીજી મૅરી ટ્રમ્પ દ્વારા દાખલ કેસનું પ્રથમ વાક્ય છે.

કોઈ પણ કેસ દાખલ કરતી વખતે લખાવવામાં આવેલું આ પ્રકારનાં પ્રથમ વાક્યથી વધારે આકરું વાક્ય કોઈ અન્ય હોઈ શકે નહીં.

મૅરી ટ્રમ્પના સંસ્મરણોમાં તેમના કાકા ડોનાલ્ડ ટ્રમ્પ સામેની ઘૃણાની સ્પષ્ટ ઝલક દેખાય છે. પોતાનાં પુસ્તકમાં તેમણે પોતાના કાકા ડોનાલ્ડ ટ્રમ્પને એક "આત્મશ્લાઘા ધરાવતી વ્યક્તિ" કહ્યાં જે દરેક અમેરિકનના જીવન માટે ખતરો છે.

આ પારિવારિક વિવાદ સપ્ટેમ્બર મહિનામાં એક કાયદાકીય લડતમાં ફેરવાઈ ગયો.

https://www.youtube.com/watch?v=s863nLky6es&t=213s

આ મામલામાં મૅરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના બે ભાઈ-બેહન પર વારસો મેળવવા માટે તેમની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમનો આરોપ છે કે તેમના પર પારિવારિક ધંધાના હિતમાં પોતાના હિતોનો ત્યાગ કરવાનું દબાણ કરવામાં આવ્યું.

મૅરી ટ્રમ્પનાં પિતા અને ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ ટ્રમ્પ જૂનિયરનું 1981માં 42 વર્ષની ઉંમરમાં મૃત્યુ થયું હતું-ત્યારે મૅરી 16 વર્ષનાં હતાં. તેમને પિતાનાં મૃત્યુ પછી મોટી સંપત્તિ વારસામાં મળી હતી.

આ કેસમા કહેવાયું છે કે ટ્રમ્પ અને તેમના ભાઈ-બહેને મૅરી ટ્રમ્પનાં હિતોનું ધ્યાન રાખવાનો વાયદો કર્યો હતો.

"તેઓ ખોટું બોલ્યા, મૅરીના હિતોનું રક્ષણ કરવાને બદલે, તેમણે તેમની સંપત્તિમાંથી નાણા ચોરવાની જટિલ સ્કીમ તૈયાર કરી હતી, તેમનું ફ્રૉડ છુપાવ્યું અને તેમને વારસામાં ખરેખર મળેલી સંપત્તિથી તેમને વંચિત કર્યાં.."

આ કેસમાં મૅરીએ પાંચ લાખ ડૉલરનો દાવો કર્યો છે.

આગળ શું થશે : વ્હાઇટ હાઉસે કહ્યું કે મૅરી ટ્રમ્પનું પુસ્તક અસત્યથી ભરેલું છે, જોકે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આ કેસમાં કંઈ કહેવાયું નથી.

જો દસ્તાવેજ અને નિવેદનની માગ કરવામાં આવશે તો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે પોતાની ફરજની બહાનું આપી શકે તેમ નથી. કોઈ પણ અમેરિકન નાગરિક, રાષ્ટ્રપતિ પણ કાયદાથી ઉપર નથી.https://www.youtube.com/watch?v=m_-Tnktj4Qk

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
These six cases could add to Donald Trump's legal woes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X