For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના આ બે પત્રકારોને મળી શકે છે નોબલ શાંતિ પુરસ્કાર, જાણો કેમ ચર્ચામાં છે મોહમ્મદ ઝુબેર અને પ્રતિક સિંહા?

પત્રકારત્વ ક્ષેત્રે ભારતમાંથી એક મોટા સમાચાર દુનિયાભરમાં ફેલાઈ રહ્યા છે. સુત્રોનું માનીએ તો ભારતના બે પત્રકારોના નામ નોબલ શાંતિ પુરસ્કાર માટે ચર્ચાઈ રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : પત્રકારત્વ ક્ષેત્રે ભારતમાંથી એક મોટા સમાચાર દુનિયાભરમાં ફેલાઈ રહ્યા છે. સુત્રોનું માનીએ તો ભારતના બે પત્રકારોના નામ નોબલ શાંતિ પુરસ્કાર માટે ચર્ચાઈ રહ્યા છે. શુક્રવારે નોર્વેની રાજધાની ઓસ્લોમાં પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરાશે. રોઇટર્સના અહેવાલ અનુસાર, પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેરના નામ નોબલ શાંતિ પુરસ્કાર માટે ચર્ચાઈ રહ્યા છે.

Mohammad Zubair

આ બન્ને ભારતની ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ Alt Newsના સ્થાપક છે. નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાની પસંદગી નોર્વેજિયન નોબેલ સમિતિના પાંચ સભ્યો દ્વારા કરવામાં આવશે. આ પાંચેય સભ્યોની નિમણૂક નોર્વેની સંસદ દ્વારા કરવામાં આવી છે. ભારતના પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થા, મ્યાનમારની રાષ્ટ્રીય એકતા સરકાર અને બેલારુસના વિપક્ષી નેતા સવિતલાના પણ ચર્ચામાં છે.

ટાઈમ મેગેઝિને પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેરને ટાંકીને લખ્યુ કે, પત્રકાર પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર ફેક્ટ ચેકિંગ વેબસાઈટ Alt Newsના સ્થાપક છે. આ બંને ભારતમાં બનાવટી ખબરોનો પર્દાફાશ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બન્ને વ્યવસ્થિત રીતે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ફેક ન્યૂઝનો અંત લાવી રહ્યા છે. જુબૈરની જૂનમાં વિવાદાસ્પદ ટ્વીટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
નોબેલ શાંતિ પુરસ્કારની સ્થાપના 1895 માં સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલ દ્વારા કરવામાં આવી હતી. આલ્ફ્રેડ નોબેલે ડાયનામાઈટની શોધ કરી હતી. નોબેલ શાંતિ પુરસ્કારને વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે. આ પુરસ્કાર તે વ્યક્તિને આપવામાં આવે છે જેણે માનવતા માટે સૌથી વધુ ફાયદાકારક કાર્ય કર્યું હોય. જાણીતા પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ પણ આ પુરસ્કાર માટે પ્રબળ દાવેદાર છે. ભારતમાંથી આ પહેલા નોબેલ શાંતિ પુરસ્કાર મિશનરીઝ ઑફ ચેરિટીઝના મધર ટેરેસા અને કૈલાશ સત્યાર્થી જીતી ચુક્યા છે.

English summary
These two Indian journalists may get the Nobel Peace Prize
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X