For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેન્શનનો T પણ છે શરીર માટે ઘાતક

|
Google Oneindia Gujarati News

girl
શોધકર્તાઓનું કહેવું છે કે તણાવ અંગે વિચારવા માત્રથી વ્યક્તિ બીમાર થઇ શકે છે અને ત્યાં સુધી કે હૃદયરોગના હુમલાનું જોખમ પણ વધી શકે છે. સમાચાર પત્ર ડેઇલી મેલ અનુસાર, પહેલીવાર હૃદયની બીમારી અને લોકોના વિચારના સંબંધ અંગે જાણી શકાયું છે કે, વ્યક્તિના પોતાના વિચારોની તેના શરીર અને સ્વાસ્થ્ય પર કેટલો પ્રભાવ પડે છે.

શોધકર્તાઓની સલાહ છે કે ડોક્ટર્સને તણાવની ફરિયાદ કરતા દર્દીઓની સારવાર કરતી વખતે તેમના વિચારો અંગે પણ માહિતી મેળવવી જોઇએ. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, દર્દીના મન અને મગજમાં ચાલી રહેલા વિચારો અને વાતો પર ધ્યાન આપવાથી હૃદયરોગ જેવા જોખમને ઓછું કરી શકાય છે.

શોધકર્તાઓના અધ્યયન દરમિયાન 49થી 50 વચ્ચે ઉમર ધરાવતા લોકોને આ પ્રશ્ન પૂછ્યો કે દરરોજ પોતાના કામ અને દિનચર્યા દરમિયાન કેવા પ્રકારની વાતો વિચારે છે અને શું અનુભવે છે. ચિકિત્સા સંબંધી વાતો ઉપરાંત તેમની વ્યક્તિગત જીવનશૈલી અંગે પણ કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેમાં ધુમ્રપાન, દારૂનું સેવન, ખાણી-પીણી અને વ્યાયામ સાથે જોડાયેલા પ્રશ્નો સામેલ હતા.

ફ્રાન્સના વિલ્લેજુઇક સ્થિત ઇંસર્મ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના હર્મન્ન નાબીએ કહ્યું કે, અમે જાણવા મળ્યું કે, માનવીના વિચારનું શારિરીક સ્વાસ્થ્ય સાથે સંબંધ છે, જેમાં હૃદયરોગનો હુમલો આવવાનું જોખમ પણ વધી જાય છે.

English summary
New research finds if you believe stress is affecting your health you have a higher risk of heart attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X