For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના નેવી યાર્ડમાં ફાયરિંગ, 13નાં મોત

|
Google Oneindia Gujarati News

firing
વોશિંગટન, 17 સપ્ટેમ્બરઃ અમેરિકાના વોશિંગટન નેવી યાર્ડમાં થયેલા ફાયરિંગમાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં અનેકને ઇજા પહોંચી હોવાના પણ સમાચાર છે. અમેરિકન સમાચારપત્ર વોશિંગટન પોસ્ટ અનુસાર, શહેરના મેયર ગ્રે દ્વારા આ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે.

આ પહેલા, પેંટાગનના પ્રવક્તા જ્યોર્જ લિટિલે કહ્યું કે, ફાયરિંગમાં અનેક લોકોના મોત નીપજ્યાં છે અને ઇજાગ્રસ્ત થયા છે. ગોળીઓ નેવલ સી સિસ્ટમ્સ કમાન્ડના મુખ્યાલય પર ચલાવવામાં આવી હતી. આ મુખ્યાલયમાં 3 હજાર લોકો કામ કરે ચે. પોલીસે બે હુમલાખોરોને ઠાર માર્યા છે.

પોલીસનું કહેવું છે કે, એક હુમલાખોર 6 ફૂટ લાંબો હતો, જેણે કાળી ટીશર્ટ અને કાળી જીન્સ પહેરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, વોશિંગટનમાં માસ શૂટિંગમાં અનેક લોકો માર્યા ગયા છે. તેમણે કહ્યું કે, આ ઘટના અંગે હું સંપૂર્ણ પણે વાકેફ નથી. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી ચેક હેગલ અને યુએસ મિલેટ્રીના ટોપ ઓફિસર જનરલ માર્ટિન ડેંપસે આ ઘટના પર નજર રાખેલા છે.

પોલીસ અનુસાર, વોશિંગટન નેવી યાર્ડ હેડક્વાર્ટર બિલ્ડિંગમાં ત્રીજા અને ચોથા ફ્લોર વચ્ચે એક હુમલાખોર જોવા મળ્યો. પોલીસે એક સાક્ષીના હવાલાથી જણાવ્યું કે, હુમલાખોર યુએસ મિલેટ્રીના ડ્રેસમાં હતા. નેવીએ જણાવ્યું કે, સ્થાનિક સમય અનુસાર સવારે 8.20 વાગ્યે ફાયરિંગ ઘટના બની. વોશિંગટન પોલીસ અને ફેડરલ એજન્સીઓ ઘટનાઓ બાદ તુંરત ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરિંગ બાદ રીગન એરપોર્ટ પર વિમાન સેવા પ્રભાવિત થઇ. આ ઉપરાંત આસ-પાસની સ્કૂલોને પણ બંધ કરવામાં આવી. ફાયરિંગ બાદ રાજધાનીમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી.

English summary
Police say two suspected shooters still at large and one deceased after 12 people were gunned down in Washington.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X