For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ગુજરાતી વસે છે દરેક પાકિસ્તાનીના દિલમાં...!

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 28 જૂન : અબ્દુલ સત્તાર ઇદી ગંભીરરીતે બીમાર છે. ઇદીને આખું પાકિસ્તાન ખૂબ જ સન્માનની નજરોથી જુએ છે. અબ્દુલ સત્તારને પાકિસ્તાનમાં 'ફરિશ્તા', 'ફાદર ટેરેસા', 'બીજા ગાંધી' વગેરે નામોથી ઓળખવામાં આવે છે.

તેઓ પાકિસ્તાનના સૌથી મોટા સમાજસેવી છે. પરંતુ તેઓ હાલના દિવસોમાં ભારે બિમારીમાંથી પસાર થઇ રહ્યા છે. તેમને કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવમાં આવેલા છે અને તેમની અત્રે સારવાર ચાલી રહી છે.

85 વર્ષના ઇદીનો જન્મ ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલા ગુજરાતમાં થયો હતો. તેઓ પોતાને ખૂબ જ ગર્વથી ગુજરાતી કહેવડાવે છે. પાકિસ્તાનમાં તેમની સમાજસેવી સંસ્થાની પ્રતિષ્ઠા એવી છે કે તેમનું કોઇ વાહન ફાયરિંગવાળા વિસ્તારમાં પહોંચી જાય તો ત્યાં ગોળીબાર બંધ થઇ જાય છે.

gujarati pakistani
એટલું જ નહીં રમખાણો પણ તેમના એક ઇશારાથી બંધ થઇ જાય છે. અબ્દુલ સત્તાર ઇદીને સમાજ સેવા બદલ અત્યાર સુધી 16 વખત નોબલ પુરસ્કાર માટે તેમના નામની ભલામણ કરવામાં આવી ચૂકી છે.

ઇદી અનાથ મૃતદેહોનું અંતિમ સંસ્કાર કરાવવાથી લઇને બીજા તમામ પ્રકારની સામાજિક સહાયતાનું કાર્ય કરે છે. પાકિસ્તાન જેવા હિંસક દેશમાં તેમને લોકો અમનના મસીહા તરીકે જુએ છે. મોટા-મોટા રમખાણોમાં પણ કોઇ તેમની સંસ્થાના વાહન પર હુમલો કરી શકતું નથી.

English summary
Gujarati Abdul Sattar Edhi lives in all Pakistani's heart.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X