For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોઈ ભૂલ ના કરે, કોરોના વાયરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેશેઃ WHO

કોઈ ભૂલ ના કરે, કોરોના વાયરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેશેઃ WHO

|
Google Oneindia Gujarati News

આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહી છે, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 25 લાખ 60 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 1 લાખ 77 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે, સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસ પોઝિટિવ મામલાની સંખ્યા 20471 થઈ ગઈ છે અને 652 લોકોના મોત થયા છે. દેશમાં હાલ 15859 એક્ટિવ કેસ છે. 3959 દર્દી ઠીક થઈ ઘરે જઈ ચૂક્યા છે.

કોરોના વાયરસ લાંબા સમય સુધી આપણી સાથે રહેશે

કોરોના વાયરસ લાંબા સમય સુધી આપણી સાથે રહેશે

આ મહામારીને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આ કોરોના એટલી જલદી દુનિયાનો પીછો નહિ છોડે, કોરોનાથી છૂટકારો મેળવવામાં દુનિયાને સમય લાંબો સમય લાગશે, બુધવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વાતની જાણકારી આપતા કહ્યું કે દુનિયા કોરોના વાયરસથી નિપટવાના પોતાના શરુઆતી પ્રવાસમાં છે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિદેશક ટેડ્રોસ અદનોમે કહ્યું કે જે દેશોને કોરોના પર કાબૂ મેળવી લીધું હોય તેવું લાગી રહ્યું છે ત્યાં ફરીથી કોરોનાના મામલા વધી રહ્યા છે, આફ્રીકા, અમેરિકામાં કોરોના વાયરસના મામલા વધવામાં સતત તેજી જોવા મળી રહી છે જે ખતરાની ઘંટડી છે.

30 જાન્યુઆરીએ આપાતકાલની ઘોષણા થઈ હતી

30 જાન્યુઆરીએ આપાતકાલની ઘોષણા થઈ હતી

તેમણે કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 30 જાન્યુઆરીએ વૈશ્વિક આપાતકાળની ઘોષણા કરી હતી, જેનાથી તમામ દેશ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ યોજના બનાવી શકે અને તૈયારી કરે, અગાઉ પણ ટેડ્રોસ અદનોમે કહ્યું હતું કે આનાથી પણ ખરાબ સમય આવશે.

હાલાત આગળ ચાલીને વધુ બગડશે

હાલાત આગળ ચાલીને વધુ બગડશે

આવા હાલાત પેદા થવાના સંદર્ભમાં તેમણે કહ્યું કે કેટલાક દેશો એવા છે જેમણે હવે પ્રતિબંધો લગાવવા શરૂ કરી દીધા છે, ડબલ્યૂએચઓના નિદેશક ટેડ્રોસ એડેહનમ ગ્રેબ્રેયેસુસે એ નથી જણાવ્યું કે એવું કેમ લાગી રહ્યું છે કે આગળ ચાલીને હાલાત વધી બગડશે.

કોરોના વાયરસ ચીનમાં જાનવરોમાંથી ઉત્પન્ન થયો

કોરોના વાયરસ ચીનમાં જાનવરોમાંથી ઉત્પન્ન થયો

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી મંગળવારે એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અમારી પાસે જે તથ્ય છે તેના આધારે કહી શકાય કે કોરોના વાયરસ ચીનમાં જાનવરોમાંથી ઉત્પન્ન થયો છે, કોઈ લેબમાં તૈયાર નથી કરાયો. અગાઉ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને સરકાર પતો લગાવવાની કોશિશ કરી રહી છે કે આ વાયરસ ચીનના વુહાનની લેબમાં તૈયાર થયો છે, જ્યાંથી આ આખી દુનિયામાં ફેલાઈ ગયો અને વૈશ્વિક મહામારી બની ગયો.

MP: કોરોના સ્ક્રિનિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો, ASI ઘાયલMP: કોરોના સ્ક્રિનિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો, ASI ઘાયલ

English summary
Make no mistake: we have a long way to go. This virus will be with us for a long time said WHO chief Tedros Adhanom Ghebreyesus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X