મોદી ના કરી શકે તમામ સમસ્યાઓનું સમાધાન: ટીપીજી કેપિટલ

ટીપીજી કેપિટલ અને તેના સંસ્થાપક સહયોગી ડેવિડ બોંડરમેને આયોજિત વાર્ષિક સમ્મેલનમાં જણાવ્યું કે મોદીની ચૂંટણી ભારત માટે સકારાત્મક સંકેત છે. તેમના આવ્યા બાદ શેર બજારની તેજીની અસર ખાનગી સોદા પર પણ દેખાઇ રહી છે.
તેમણે જણાવ્યું કે બજાર હંમેશા વાસ્તવિકતાથી આગળ હોય છે અને ભારતમાં એવું સદૈવ જોવા મળ્યું છે. માટે સાવધાન રહેવું જોઇએ. ફિલહાલ ભારતના લોકો મોદી ઉન્માદમાં ડૂબેલા છે. તેના બાદ મોહભંગની સ્થિતિ આવે છે અને ત્યારે તેમને મોદીની સીમાઓનો અહેસાસ થશે.
બોંડરમેને દેશની વીજળી આપૂર્તિની સમસ્યાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અત્રે વીજળીની ભારે કમી છે અને હજી સુધી તેનું આકલન નથી થઇ શક્યું કે વિદ્યુત ક્ષેત્રની કંપનીઓને કેટલા કોલસા અને પ્રાકૃતિક ગેસની જરૂરીયાત છે. આવી સ્થિતિમાં નિશ્તિત રીતે વીજળી સંયત્ર સ્થાપિત કરનારાઓનું મળવું મુશ્કેલ બની શકે છે. મોદી આ સમસ્યાનો હલ રાતો-રાત ના લાવી શકે, બલકે તેમાં એક દાયકાથી પણ વધારે સમય લાગી શકે છે.












Click it and Unblock the Notifications
