For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂયોર્કના મેનહેટનમાં અલ્લાહ હુ અકબર બોલી 8 લોકોને માર્યા

ન્યૂયોર્કના મેનહેટનમાં એક ટ્રક ડ્રાઇવરે 8 લોકોને માર્યા અને 15 લોકોને ઇજાગ્રસ્ત કર્યા. જે બાદ પોલીસે તેને ગોળી મારી હતી. અલ્લાહ હુ અકબરના નારા લગાવી અચાનક જ આ ટ્રક ડ્રાઇવર લોકોને કચડવા લાગ્યો હતો.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના ન્યૂયોર્કના મેનહેટનમાં એક વ્યક્તિએ ટ્રકની અનેક લોકોને કચડી નાંખ્યા છે. આ વ્યક્તિ ટ્રક લઇને સાઇકલ ટ્રેક પર ચઢી ગયો. અને આ કારણે જ 8 લોકોની મોત થઇ અને 15 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ન્યૂયોર્કના મેયરે આ ઘટનાને એક આંતકી હુમલો કહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ હુમલો વર્લ્ડ ટ્રેડ સેન્ટરની પાસે થયો છે. અને આ ઘટનાના સાક્ષી લોકોનું કહેવું છે કે ડ્રાઇવર અલ્લાહ હુ અકબરના નારા લગાવી રહ્યો હતો. નોંધનીય છે કે ન્યૂયોર્ક અને બ્રિટન જેવા શહેરોમાં હવે ટ્રક દ્વારા લોકોને કચડીને મારી નાંખવાની ઘટનાઓ વધી છે. ત્યારે હાલ તો ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Truck attack in Manhattan

ન્યૂયોર્ક સિટી પોલીસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે અચાનક જ એક ટ્રક રસ્તા પર ચઢી ગયો અને અનેક લોકો તેની ઝપેટમાં આવી ગયા. આ પછી જ્યારે ટ્રક ડ્રાઇવર હથિયાર દેખાડીને ટ્રકની બહાર નીકળ્યો ત્યારે પોલીસે તેની પર ગોળી ચલાવી. હાલ ડ્રાઇવરને હોસ્પટિલ લઇ જવામાં આવ્યો છે. અને પોલીસ દ્વારા આ આતંકી હુમલાની તપાસ શરૂ કરવામાં આવી છે. હુમલો કરનાર યુવકની ઉંમર 29 વર્ષની તેમ જાણવા મળ્યું છે. અમેરિકાના મેનહેટનમાં થયેલા આતંકી હુમલા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અનેક ટ્વિટ કરીને આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે અમે આઇએસઆઇએસને પાછા આવવાનો અવસર નહીં આપીએ. જે રીતે મિડલ ઇસ્ટમાં તેમને દરેક જગ્યાએ અમે હરાવ્યું છે તેમ હરાવીશું. અમેરિકામાં નહીં આવવા દઇએ.

English summary
Truck attack in Manhattan, many people dead, suspect shot by police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X