For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રમ્પે PM મોદીની કરી પ્રશંસા, દવા પર પ્રતિબંધ હટાવવા પર કહ્યુ - તે બહુ જ મહાન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે મેલેરિયાની દવા પર પોતાનુ મંતવ્ય બદલી દીધુ.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે મેલેરિયાની દવા પર પોતાનુ મંતવ્ય બદલી દીધુ. ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વિન પર મોદી સરકારના વલણનુ સમર્થન કર્યુ છે. આ ઉપરાંત જે રીતે ભારત કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યુ છે, તેની પણ ટ્રમ્પે જોરદાર પ્રશંસા કરી છે. ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદી પ્રશંસાના પુલ બાંધ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતે મંગળવારે કહ્યુ હતુ કે કોરોના બિમારી સાથે સંબંધિત દવાઓની આપૂર્તિ એ દેશ માટે તે શરૂ કરશે જે આ મહામારીથી ગંભીર રીતે પીડિત છે. આ સાથે જ પેરાસિટામોલ અને હાઈડ્રોક્સીક્લોરોક્વિન સહિત 14 દવાઓ પર લાગેલા પ્રતિબંધને આંશિક રીતે હટાવી લેવામાં આવ્યો.

ટ્રમ્પે અમેરિકા માટે ખરીદી 29 મિલિયન ડોઝ

ટ્રમ્પે અમેરિકા માટે ખરીદી 29 મિલિયન ડોઝ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ, ‘મે લાખો દવાઓ ખરીદી લીધી છે, 29 મિલિયનથી પણ વધુ ડોઝ ખરીદવામાં આવ્યો છે. મે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને હવે ભારતમાંથી ઘણા ડોઝનો પુરવઠો મળશે. મે તેમને કહ્યુ કે શું તે આને રિલીઝ કરશે? તે બહુ મહાન છે અને વાસ્તવમાં સારા છે.' ત્યારબાદ ટ્રમ્પે આગળ કહ્યુ, ‘તેમણે આ દવાને એટલા માટે રોકી હતી કારણકે તેમને ભારત માટે પણ જરૂર હતી. પરંતુ હવે ઘણી સારી વસ્તુઓ થઈ રહી છે. ઘણા લોકોની નજર આના પર છે અને મને કોઈ પણ ખરાબ બાબત સાંભળવા નથી મળી. બસ સારી બાબતો સાંભળવા મળી રહી છે.' તેમણે કહ્યુ કે આ દવાના કારણે ક્યાંય પણ કોઈનુ મોત નથી થઈ રહ્યુ.

ભારતે પહેલા જ આપી દીધી હતી માહિતી

ભારતે પહેલા જ આપી દીધી હતી માહિતી

ટ્રમ્પે કહ્યુ કે અમેરિકા પણ વેક્સીન બનાવી રહ્યુ છે. જૉનસન એન્ડ જૉનસન આના પર કામ કરી રહ્યુ છે અને આના માટે ટેસ્ટની જરૂર છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ એવુ લાગે છે કે એવો દેશ જે મેલેરિયાથી પ્રભાવિત છે તેના પર વધુ અસર નથી પડી કારણકે ત્યાં આ દવા એક સામાન્ય વાત છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે ભારત પર સંભવિત કાર્યવહીની વાત કહી હતી. તેમણે કહ્યુ હતુ કે જો ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વિનની નિકાસ પર લાગેલા પ્રતિબંધને ન હટાવ્યો તો પછી એક્શન લેવામાં આવી શકે છે. જો કે ભારત તરફથી સોમવારે ટ્રમ્પના નિવેદનના ઘણા કલાકો પહેલા જ દવાની નિકાસ પર લાગેલા પ્રતિબંધને હટાવવાના નિર્ણય વિશે અમેરિકી વિદેશ વિભાગને જણાવી દીધુ હતુ.

WHO અને ચીફ ટેડરૉસ નિશાના પર

WHO અને ચીફ ટેડરૉસ નિશાના પર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યાં ભારત અને પીએમ મોદીની પ્રશંસા કરી ત્યાં બીજી તરફ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ની ટીકા પણ કરી છે. ટ્રમ્પે ડબ્લ્યુએચઓ પર આરોપ લગાવ્યો કે સંગઠને મહામારી વિશે દુનિયાને અંધારામાં રાખ્યા છે. ટ્રમ્પની આ વાતનુ સમર્થન સેનેટર જિમ રેશેસે પણ કર્યુ જે ફૉરેન રિલેશન્સ કમિટીના ચેરમેન છે. તેમણે તો હવે મહામારી વિશે ડબ્લ્યુએચઓ પર તપાસની માંગ સુદ્ધા કરી દીધી છે. જિમે કહ્યુ કે ડબ્લ્યુએચઓએ માત્ર અમેરિકી લોકોને નિરાશ નથી કર્યા પરંતુ આખી દુનિયાને છેતરી છે. જિમે તેના પ્રમુખ ડૉક્ટર ટેડરૉસ પર આરોપ લગાવ્યો કે તે ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીને જવાબદાર જ નથી ગણવા માંગતા.

પીએમ મોદીએ પણ કરી છે WHOમાં ફેરફારની માંગ

પીએમ મોદીએ પણ કરી છે WHOમાં ફેરફારની માંગ

પીએમ મોદીએ પણ ગયા મહિને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જ્યારે જી-20ના દેશોને સંબોધિત કર્યા હતા તો તેમણે પણ ડબ્લ્યુએચઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે સંગઠનને ફરીથી તૈયાર કરવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે 20મી સદીની હવે આ સંસ્થામાં સંપૂર્ણપણે સુધારાની જરૂર છે. કોરોના વાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં 1,432,154 સંક્રમિત છે અને 82,101 લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં દર્દીઓની સંખ્યા 5194 થઈ ગઈ છે અને 160 લોકોના મોત થઈ ગયા છે.

આ પણ વાંચોઃ નોટ ઉપર 4 દિવસ જ્યારે માસ્ક પર 1 સપ્તાહ જીવતો રહે છે કોરોના વાયરસઆ પણ વાંચોઃ નોટ ઉપર 4 દિવસ જ્યારે માસ્ક પર 1 સપ્તાહ જીવતો રહે છે કોરોના વાયરસ

English summary
Trump changed his tone now and supports PM Modi's govt stand on hydroxychloroquine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X