સાઉદ અરબ: બે ભારતીયોને દારૂ વેચવા બદલ મળી એક વર્ષની સજા

સાઉદ અરબની એક કોર્ટે ગેરકાનૂની રીત દારૂ બનાવવાનો ગુનો કબૂલ કરનાર બે ભારતીય નાગરિકોને સજા પુરી થયા બાદ ભારત પરત મોકલી દેવાનો આદેશ સંભળાવ્યો છે. સાઉદી ગેજેટના એક રિપોર્ટ અનુસાર બે ભારતીયોની ઓળખ થઇ શકી નથી. તેમને દર અઠવાડિયે છ વખત 50 ચાબૂક ફટકારવાની અને એક વર્ષની જેલની સજા સંભળાવી છે. સજા બાદ તેમને ભારત પરત મોકલી આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ એક જાસૂસ વેશ બદલીને આરોપીઓ પાસે દારૂ ખરીદવા માટે ગયો હતો ત્યારબાદ પોલીસ અધિકારીઓએ તેને રંગે હાથ ઝડપી પાડી તેની ધરપકડ કરી દિધી હતી. આરોપીઓ પાસેથી ચાર બેરલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જેદા જિલ્લા કોર્ટે આ કેસની સુનાવણી કરી હતી.












Click it and Unblock the Notifications
