બે ટકા કેથલિક પાદરી કરે છે બાળકો સાથે જાતિય સતામણી: પોપ
પોપે કહ્યું કે આ એક કુષ્ઠરોગ જેવું છે, જેની કેદમાં પાદરીથી માંડીને બિશપ અને કાર્ડિનલ પણ છે. તેમના અનુસાર યૌન હિંસા એક મોટી સમસ્યા છે અને તેને રોકવા માટે આકરા પગલાં ભરવાની જરૂરિયાત છે. તેમણે પાદરીઓના લગ્નનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વધતી જતી બાળ યૌન હિંસાને રોકવા માટે પાદરીઓને લગ્ન કરવાની મંજૂરી આપી દેવી જોઇએ. સાથે જ પરણિત પાદરીઓ માટે પણ ચર્ચના દરવાજા ખોલી દેવા જોઇએ. તેમણે કહ્યું કે આ પ્રથાને બદલવી આસાન નથી, પરંતુ આ દિશામાં પ્રયત્ન જરૂર કરી શકાય.
પોપ ફ્રાંસિસે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે બાળ યૌન હિંસાને સહન કરી ન શકાય અને તેને રોકવાની દિશા યોગ્ય પગલાં ભરવાની જરૂરિયાત છે. ગત વર્ષે પોપ ફ્રાંસિસે બાળ યૌન શોષણથી માંડીને વેટિકનના કાયદાઓને કડક કરી દિધા હતા. સાથે તેમણે તે પીડિતો પાસે માફી માંગી હતી, જેમનું પાદરીઓએ યૌન શોષણ કર્યું હતું.
આસારામ પણ પીડોફાઇલ
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના જાણીતા વિવાદિત આદ્યાત્મિક ગુરૂ આસારામ પણ પોતાના આશ્રમમાં નાની ઉંમરની છોકરીઓ સાથે યૌન શોષણ કરવાના આરોપી છે. જે કેસમાં તેમના વકિલે સ્પષ્ટતા રજૂ કરી હતી કે આસારામ અને તેમનો પુત્ર નારાયણ સાંઇ પીડોફાઇલ નામને પ્રવૃતિથી પીડાઇ છે. આસારામ પણ હજુ સુધી જોધપુરની જેલમાં કેદ છે.