For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુકેમાં સ્પર્મની મોટી અછત, ભારતના સ્પર્મ ડોનર્સ સહાયક બનશે?

|
Google Oneindia Gujarati News

લંડન, 30 જૂન : યુનાઇટેડ કિંગડમ (યુકે)માં સ્પર્મ એટલે કે શુક્રાણુઓની ભારે અછત ઉભી થઇ છે. તેના કારણે પ્રજનન ક્લિનિક્સનું આકર્ષણ વધ્યું છે. સતત વધતી માંગને કારણે ક્લિનિક્સ નબળા શુક્રાણુઓને સ્વીકારી રહ્યા છે. આ પ્રવૃત્તિ સામે બ્રિટિશ ફર્ટિલિટી સોસાયટી (બીએફએસ)એ સૌને ચેતવ્યા છે.

બીએફએસના ચેરમેન ડૉ એલન પેસીએ જણાવ્યું છે કે તેમને ચિંતા છે કે શુક્રાણુઓની વધતી માંગને કારણે કેટલાક ક્લિનિક્સ માપદંડ ઘટાડીને દરવાજે આવેલા ગમે તે ડોનર પાસેથી શુક્રાણુઓ લઇ રહ્યા છે.

ડૉ પેસીએ આ પાછળનું કારણ જણાવતા કહ્યું કે જો નબળા શુક્રાણુઓ આપવામાં આવ્યા તો મહિલાઓને સરળતાથી ચોક્કસ પ્રકારની અને મોંધી ટ્રીટમેન્ટ માટે રાજી કરવાનું સરળ રહે છે. જેના કારણે વધારે પૈસા બનાવી શકાય છે. આ કારણે કેટલાક ક્લિનિક્સ નિર્ધારિત માપદંડોનું પાલન કરી રહ્યા નથી.

sperm

યુકેમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2005માં સ્પર્મ ડોનરની ઓળખ ગુપ્ત રાખવાનો અધિકાર દૂર કરી દેવાતા હવે ડોનર્સની સંખ્યા ઘટી ગઇ છે. બીજી તરફ પ્રજનન સંબંધિત સારવાર એટલી વિકસી છે કે પિતા જ પોતાના બાળકને માટે શુક્રાણુ આપી શકે છે. આમ છતાં તે પ્રક્રિયા મોંઘી હોવાથી ડોનર્સની માંગ યથાવત રહી છે.

યુકેમાં ફર્ટિલિટી રેગ્યુલેટર, હ્યુમન ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટી (એચએફઇએ)ના વર્તમાન આંકડા દર્શાવે છે કે દર ચાર સ્પર્મ સેમ્પલ્સમાંથી એક સેમ્પલ વિદેશનું હોય છે. આ પ્રમાણ વર્ષ 2005માં પ્રતિ 10 સ્પર્મ સેમ્પલે એક વિદેશી સેમ્પલનું હતું.

ડૉ પર્સીના જણાવ્યા અનુસાર આમ થવાથી દર્દીને પસંદગી કરવાનો મર્યાદિત અવસર મળે છે, તેના કારણે રાહ વધારે જોવી પડે છે. તેના કારણે જોખમી પ્રવૃત્તિ જેવી કે મિત્રના સ્પર્મથી બાળક રાખવું અથવા જે દેશોમાં ફર્ટિલિટિ નિયંત્રણ ઓછા હોય તેવા દેશમાં સારવાર કરાવવાને પ્રોત્સાહન મળે છે.

આ સમસ્યા અંગે લંડનમાં આવેલી ગાય હોસ્પિટલના પ્રોફેસર યાકુબ ખલાફે જણાવ્યું કે 'અમે પહેલાની સરખામણીમાં વિદેશની સ્પર્મ બેંક પર નિર્ભરતા વધારી છે. આમ કરવાથી બીજી કોઇ મોટી સમસ્યા ઉભી થતી હોય એવું મારા ધ્યાનમાં નથી. જો કે એક બાબત મેં નોંધી છે કે વિદેશથી આવતા સ્પર્મમાં દર્દીને 'સુટેબલ ફોર ઇન્સેમિનેશન', 'સુટેબલ ફોર આઇવીએફ' અથવા તો સુટેબલ ફોર 'આઇસીએસઆઇ (સ્પર્મ ઇન્જેક્શન ટુ એગ' જેવા વિકલ્પ આપવામાં આવે છે.'

નોંધનીય છે કે www.surrogatefinder.com નામની વેબસાઇટ સ્પર્મ ડોનર્સ અને સરોગેટ મધર માટે ફ્રી રજિસ્ટ્રેશન કરે છે. આ વેબસાઇટમાં 149 દેશોના લોકોએ રજિસ્ટ્રેશન કરાવેલું છે. આ રજિસ્ટ્રેશનમાં સૌથી વધારે સ્પર્મ ડોનર ભારતના છે. ભારતીય સ્પર્મ ડોનર્સનો આંક 5,293 છે. જ્યારે બીજા ક્રમે યુએસ આવે છે. તેના 1,509 ડોનર્સ નોંધાયેલા છે.

નોંધનીય બાબત એ છે કે ભારતમાંથી જેટલા રજિસ્ટ્રેશન થયા છે તેમાંથી 1,113 મહારાષ્ટ્રથી, 587 દિલ્હીથી અને 433 ડોનર્સ આંધ્ર પ્રદેશ અને એટલા જ કર્ણાટકથી છે. આવી સ્થિતિમાં યુકેમાં ઉભી થયેલી સ્પર્મની તંગીને ભારત પૂરી કરવામાં ઘણું મદદરૂપ થઇ શકે છે.

ભારત આમ પણ સરોગેટ મધર માટે જાણીતું છે. તેની સાથે ભારત સ્પર્મ ડોનેટિંગમાં પણ આગળ વધી શકે તેની શક્યતાઓ દેખાઇ રહી છે.

English summary
UK suffering from sperm shortage; will India a reliable helping aide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X