For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UN ચીફ: ‘જળવાયુ પરિવર્તનથી અસ્તિત્વનું જોખમ', કેરળ પૂરનુ ઉદાહરણ આપ્યુ

યુનાઈટેડ નેશન્સ (યુએન) ના સેક્રેટરી જનરલ એન્ટાનિયો ગુટારેશે કહ્યુ છે કે દુનિયામાં જળવાયુ પરિવર્તન હવે એક એવો ખતરો બની ગયો છે જ્યાંથી પાછા આવવાનો કોઈ સવાલ નથી.

|
Google Oneindia Gujarati News

યુનાઈટેડ નેશન્સ (યુએન) ના સેક્રેટરી જનરલ એન્ટાનિયો ગુટારેશે કહ્યુ છે કે દુનિયામાં જળવાયુ પરિવર્તન હવે એક એવો ખતરો બની ગયો છે જ્યાંથી પાછા આવવાનો કોઈ સવાલ નથી. ગુટારેશે આ સાથે જ હાલમાં કેરળમાં આવેલા પૂર અને ગયા વર્ષે પ્યૂર્ટો રિકોમાં આવેલા ભયાનક તોફાનનું પણ ઉદાહરણ આપ્યુ. તેમણે જળવાયુ પરિવર્તન પર નિષ્ક્રિયતાના પરિણામો અંગે પણ ચેતવણી આપી છે. આ સાથે જ ગુટારેશે જળવાયુ પરિવર્તનની દિશા બદલવા માટે અને વધુ પ્રભાવી નેતૃત્વ અને ઈચ્છા શક્તિની અપીલ કરી.

keral flood

જળવાયુ પરિવર્તનના કારણે અસ્તિત્વ પર જોખમ

ગુટારેશ સોમવારે જળવાયુ પરિવર્તન પર બોલી રહ્યા હતા. તેમણે પોતાના ભાષણમાં કહ્યુ, 'જળવાયુ પરિવર્તન આપણા સમયનો એક મહત્વનો મુદ્દો છે અને આપણે એક મહત્વના વળાંક પર છીએ. આપણી સામે અસ્તિત્વનું સંકટ છે. જળવાયુ પરિવર્તન ઝડપથી થઈ રહ્યુ છે.' તેમણે જળવાયુ પરિવર્તનની દિશા વાળવા માટે પ્રયાસ કરવાની જરૂરત દર્શાવી. ગુટારેશે જળવાયુ સંકટને રેખાંકિત કરવા માટે કેરળમાં આવેલા પૂર સહિત દુનિયાભરની કુદરતી આફતોનો હવાલો આપ્યો. તેમણે કહ્યુ કે ખૂબ જ ગરમી, જંગલોમાં આગ, તોફાન અને પૂર પોતાની પાછળ મોત અને વિનાશ છોડી જાય છે.

આ પણ વાંચોઃ અસમ NRC: 'જે લોકોના નામ નથી તેમને પાછા તેમના દેશ મોકલવામાં આવશે'આ પણ વાંચોઃ અસમ NRC: 'જે લોકોના નામ નથી તેમને પાછા તેમના દેશ મોકલવામાં આવશે'

ઈતિહાસનું સૌથી ભીષણ પૂર

ગયા મહિને ભારતના કેરળ રાજ્યમાં ઈતિહાસનું સૌથી ભીષણ પૂર આવ્યુ જેમાં 400 લોકોના મોત થઈ ગયા અને 10 લાખથી વધુ લોકો બેઘર થઈ ગયા. ગુટારેશે મારિયા તોફાનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં 3,000 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ તોફાન ગયા વર્ષે પ્યૂર્ટો રિકીમાં આવ્યુ હતુ અને તેને અમેરિકાના ઈતિહાસમાં સૌથી ખતરનાક આફત ગણાવવામાં આવી છે. તેમણે કહ્યુ, 'એ વાતમાં કોઈ શક ન હોવો જોઈએ કે આ સંકટ ખૂબ જ વિનાશકારી સંકટ છે. દુનિયાભરના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.' આ સાથે જ તેમણે વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઈઝેશના તે નિવેદનનો ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે છેલ્લા બે દાયકામાં વર્ષ 1850 બાદ સૌથી વધુ ગરમી પડી છે.

આ પણ વાંચોઃ આંગણવાડી વર્કરે પીએમ મોદીને સંભળાવી મૃત બાળકને જીવિત કરવાની ઘટનાઆ પણ વાંચોઃ આંગણવાડી વર્કરે પીએમ મોદીને સંભળાવી મૃત બાળકને જીવિત કરવાની ઘટના

English summary
UN Chief has said that climate change a threat at point of no return and he also gave example of Kerala flood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X