For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેન પર UNSCની બેઠક, બાયોલૉજિકલ હથિયારો મુદ્દે અમેરિકા અને રશિયામાં તકરાર

યુક્રેન યુદ્ધ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી)માં શુક્રવારે બેઠક થઈ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ 24માં દિવસે પણ ચાલુ છે. રશિયન સેના જ્યાં મિસાઈલ અને ગોળીબાર બંધ નથી કરી રહી ત્યાં બીજી તરફ મહાશક્તિશાળી દેશ આગળ યુક્રેન પણ ઝૂકવા માટે તૈયાર નથી ઉલટાનુ માથુ ઉંચુ કરીને સમાન યુદ્ધ લડી રહ્યુ છે. વળી, હવે આ યુદ્ધ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી)માં શુક્રવારે બેઠક થઈ જ્યાં યુક્રેનમાં જૈવિક હથિયાર એટલે કે બાયોલૉજિકલ વેપન મુદ્દે અમેરિકા અને રશિયા વચ્ચે વિવાદ જોવા મળ્યો.

unsc

યુએનએસસીમાં રશિયાનો દાવો

વાસ્તવમાં, યુક્રેન સંકટ પર યુએનએસસીમાં બેઠક કરવામાં આવી, જેમાં રશિયન પ્રતિનિધિએ જણાવ્યુ કે, 'જૈવિક હથિયારો(બાયોલૉજિકલ હથિયારો)ના ઘટક(કૉમ્પોનન્ટ) યુક્રેની વિસ્તારમાં બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યુ કે અમારા સંરક્ષણ મંત્રાલયને યુક્રેનના ક્ષેત્રમાં પેંટાગન દ્વારા કરવાાં આવેલી ઘણી ગેરકાયદાસર ગતિવિધિઓ વિશે વધુ સામગ્રી મળી રહી છે. તેમણે આગળ જણાવ્યુ કે અમે એ ક્યારેય નથી કહ્યુ કે યુક્રેન પાસે ખુદનો બાયોલૉજિકલ પ્રોગ્રામ છે. અમે એ કહ્યુ કે આ પ્રોગ્રામ અમેરિકાનો અને યુક્રેનને અંધારામાં રાખવામાં આવી રહ્યો છે.'

રશિયાના દાવા પર યુએસનો જવાબ

ત્યારબાદ યુએસ પ્રતિનિધિએ જવાબ આપીને કહ્યુ કે, 'ગયા સપ્તાહે અમે રશિયન પ્રતિનિધિ પાસેથી વિચિત્ર ષડયંત્રની થિયરી વિશે સાંભળ્યુ. વળી, આ સપ્તાહે અમે એવી ઘણી વાતો સાંભળી રહ્યા છે જે એવી લાગે છે કે જેમ કે તેને ઈંટરનેટના કોઈ અંધારા ખૂણાથી એક સાંકળોવાળા ઈમેલ પર મોકલવામાં આવી છે.' પોતાના નિવેદનમાં અમેરિકાના પ્રતિનિધિએ કહ્યુ કે યુક્રેનમાં બાયોલૉજિકલ વેપન પ્રોગ્રામ નથી અને ના કોઈ એવી પ્રયોગશાળા છે. ના એ રશિયાની બૉર્ડર પાસ છે અને ના દુનિયામાં ક્યાંય છે. તેમણે જણાવ્યુ કે આ માત્ર પબ્લિક હેલ્થ ફેસિલિટી છે. વળી, દાવો કરીને કહ્યુ કે આ રશિયા છે જેણે આંતરરાષ્ટ્રીય કાયદાનુ ઉલ્લંઘન કરીને જૈવિક હથિયાર કાર્યક્રને લાંબા સમય સુધી જાળવી રાખ્યો છે.

યુએનએસસીમાં ભારત

યુએનએસસીમાં ભારતે કહ્યુ કે યુક્રેનમાં સતત બગડતી જઈ રહેલી સ્થિતિ વિશે અમે ચિંતિત છીએ. અમે રશિયા અને યુક્રેન વચ્ચે રાજનાયિક વાતચીતના લેટેસ્ટ દોરનુ સ્વાગત કરીએ છીએ. અમારુ માનવુ છે કે શત્રુતાને તત્કાલ સમાપ્ત કરવી અને વાતચીત અને કૂટનીતિના માર્ગે લાગવુ એ જ એકમાત્ર રસ્તો છે.

English summary
UNSC meeting on Ukraine crisis, US and Russia clash over biological weapons issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X