કેપિટલ બિલ્ડિંગ હિંસા બાદ ટ્રમ્પને હટાવવાની તૈયારી, શું કહે છે અમેરિકી બંધારણ
Cabinet Discussing Donald Trump Removal: વૉશિંગ્ટન ડીસીઃ અમેરિકી લોકતંત્રનુ પ્રતીક ગણાતી રાજધાનીની કેપિટલ હિલ સ્થિત કોંગ્રેસ બિલ્ડિંગ પર હુમલા બાદ અમેરિકામાં લોકો સ્તબ્ધ છે. ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી ધાંધલીના સતત લગાવવામાં આવી રહેલ આરોપ ત્યાં સુધી પહોંચી જશે તેની કદાચ અમેરિકામાં કોઈએ કલ્પના નહિ કરી હોય. કેપિટલ બિલ્ડિંગમાં હિંસાની ઘટના બાદ હવે ટ્રમ્પના સહયોગી પણ તેમની વિરોધમાં આવી ગયા છે. સમાચાર આવી રહ્યા છે કે ટ્રમ્પના કેબિનેટ સહયોગી હવે તેમને રાષ્ટ્રપતિ પદેથી હટાવવાની તૈયારી કરી રહ્યા છે. આ વિશે કેબિનેટ સભ્યો વચ્ચે ચર્ચા થઈ છે.

25માં બંધારણ સુધારામાં હટાવવાનો ઉલ્લેખ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે પરંતુ હવે તેમના સહયોગી આગળ આ પદ પર જોવા નથી માંગતા. સીએનએનના સમાચાર મુજબ કેબિનેટ સભ્ય અમેરિકી બંધારણના 25માં સુધારા પર વિચાર કરી રહ્યા છે જે મુજબ રાષ્ટ્રપતિને પોતાના કાર્યકાળની શક્તિઓ અને ફરજોનુ વહન કરવામાં નિષ્ફળ રહેવા પર ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટ સભ્યો દ્વારા હટાવી શકાય છે. આવુ કરવા માટે ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસને કેબિનેટમાં વોટિંગનુ નેતૃત્વ કરવુ પડશે. સીએનએને જણાવ્યુ કે ઘણા રિપબ્લિકન નેતાઓએ કહ્યુ છે કે તેમણે 25માં બંધારણ સંશોધન પર વિચાર કર્યો છે. તેમણે ટ્રમ્પને નિયંત્રણથી બહાર ગણાવ્યા છે. જો કે સીએનએને આ નેતાઓના નામ જાહેર કર્યા નથી.

ટ્રમ્પ પર સમર્થકોને ભડકાવવાનોના આરોપ
ન્યૂઝ ચેનલ સીબીએસના પત્રકારે જણાવ્યુ કે અત્યારે ઉપરાષ્ટ્રપતિ પેંસ સામે ઑપચારિક રીતે કંઈ રાખવામાં આવ્યુ નથી. વળી, એબીએસના પત્રકારે કહ્યુ કે વિવિધ સ્ત્રોતોથી તેમને જાણવા મળ્યુ છે કે આ અભૂતપૂર્વ પગલાંથી લઈને કેબિનેટના સભ્યોમાં ચર્ચા થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ સતત કોઈ આધાર વિના પોતાના સમર્થકોને કહેતા રહે છે કે તેમને ચૂંટણીમાં ધાંધલી કરીને હરાવવામાં આવ્યા છે. ટ્રમ્પના વારંવાર ઉકસાવવાનુ પરિણામ એ રહ્યુ કે બુધવારે જ્યારે જો બાઈડેનની જીત પર મહોર લગાવવા માટે કોંગ્રેસની કાર્યવાહી ચાલી રહી હતી. એ દરમિયાન ટ્રમ્પ સમર્થક હિંસક થઈ ગયા અને કેબિનેટ બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા. આ દરમિયાન ફાયરિંગ અને ગોળીઓ પણ છોડવામાં આવી. હિંસા દરમિયાન એક મહિલાનુ ગોળી વાગવાથી મોત થઈ ગયુ. ઘટના બાદ કાર્યવાહી રોકવી પડી અને સાંસદોની સુરક્ષા માટે નેશનલ સિક્યોરિટી ગાર્ડને બોલાવવા પડ્યા.

ડોમેક્રેટ પણ હટાવવાના પક્ષમાં
વળી, કેપિટલ બિલ્ડિંગ પર હુમલા બાદ ડેમોક્રેટિક સાંસદોએ પણ 25માં બંધારણ સુધારા હેઠળ રાષ્ટ્રપતિ ટ્રમ્પને હટાવવાની માંગ કરી છે. જો બાઈડેને આ જાન્યુઆરીમાં શપથ લેવાની છે જેમાં હવે બસ બે સપ્તાહનો સમય બચ્યો છે પરંતુ કેપિટલ બિલ્ડિંગ પર હુમલા બાદ હવે સાંસદોનો ગુસ્સો વધી ગયો છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ કાર્યકાળમાં જોવા માંગતા નથી. હાઉસની ન્યાયિક સમિતિના ડેમોક્રેટ સભ્યોએ ઉપરાષ્ટ્રપતિ પેંસને પત્ર લખીને રાષ્ટ્રપતિને હટાવવાની અપીલ કરી છે. આમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર લોકતંત્રને નબળુ કરવાનો આરોપ લગાવ્યો છે.