
ISના સમર્થકોએ US મિલિટરીનું ટ્વીટર એકાઉન્ટ હેક કરી આપી ધમકી
વૉશિંગ્ટન, 13 જાન્યુઆરી : યુએસ સેન્ટ્રલ કમાન્ડનું ટ્વીટર એકાઉન્ટ સ્વયંને આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ - IS)ના સમર્થક ગણાવતા જૂથે હેક કરી લીધું છે. હેક કર્યા બાદ કરવામાં આવેલા ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે American soldiers, we are coming, watch your back (અમેરિકન સૈનિકો, અમે આવી રહ્યા છીએ, સતર્ક રહેજો).
'સાયબર કૈલફેટ' નામના આ જૂથે પોતાના બેનરની નીચે ISIS લખ્યું હતું જે આતંકવાદી સંગઠન આઇએસ - ઇસ્લામિક સ્ટેટનું જૂનું નામ છે.યુએસ સેન્ટ્રલ કમાન્ડના ટ્વીટર હેન્ડલમાં કેટલાક આંતરિક મિલિટરી ડૉક્યુમેન્ટ્સ પણ જોવા મળ્યા હતા. આ અંગે અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર યુએસ કમાન્ડ આ અંગે ટૂંક સમયમાં એક નિવેદન બહાર પાડશે.
હાલ આ ટ્વીટર એકાઉન્ટ્સને દૂર કરવામાં આવ્યું છે. જેના કારણે ટ્વીટ જોઇ શકાતા નથી. આ એકાઉન્ટ એ સમયે હેક કરવામાં આવ્યું હતું જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાઇબર સિક્યુરિટી પર ભાષણ આપવાની તૈયારી કરી રહ્યા હતા.
ટ્વીટર એકાઉન્ટ પર અમેરિકાને કેવી ધમકી આપવામાં આવી તે જાણવા આગળ ક્લિક કરો...

1.
સેન્ટ્રલ કમાન્ડના ટ્વીટર એકાઉન્ટ પર એક પછી એક પોસ્ટમાં લખવામાં આવી હતી. જેમાં ખુલ્લી ધમકી આપવામાં આવી હતી.

2.
આ ટ્વીટર પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે 'પેન્ટાગોન નેટવર્ક હેક કરી લેવામાં આવ્યું છે. ચીનના પરિદ્રશ્યમાં 'અને' પેન્ટાગોનનું નેટવર્ક હેક કરી દેવામાં આવ્યું છે. કોરિયાના પરિદ્રશ્યમાં.

3.
આ ઉપરાંત ટ્વીટર એકાઉન્ટ્સમાંથી કેટલાક નામોની યાદી, મિલિટરીના લોકોના ફોન નંબર, પાવર પોઇન્ટ સ્લાઇડ્સ અને મેપ પણ ટ્વીટ કરવામાં આવ્યા હતા.

4.
'સાયબર કૈલફેટ' દ્વારા તેમનું યુટ્યુબ એકાઉન્ટ પણ હેક કરી દેવામાં આવ્યું છે.

5.
હેક કરાયેલા યુટ્યુબ એકાઉન્ટ પર ઘણા સમય સુધી યુએસ સેન્ટ્રલ કમાન્ડના હેક કરી લેવામાં આવેલા ટ્વીટર એકાઉન્ટ્સના શોટ્સ ચલાવવામાં આવ્યા હતા.