
અમેરિકી કોંગ્રેસમાં પાસ થયુ બિલ, ચીનની સાથે બેંકોએ કર્યો બિઝનેસ તો લેવાશે એક્શન
અમેરિકામાં મંગળવારે એક એવા બિલને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારબાદ ચીનની મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકી કોંગ્રેસમાં એક એવુ બિલ પાસ થયુ છે ત્યારબાદ હવે જો કોઈ પણ બેંક, ચીન સાથે વેપાર કરતા જોવા મળ્યા તો પછી તેમને સજા આપવામાં આવશે. આ બિલ હૉંગકૉંગ પર આવેલા નવા સુરક્ષા કાયદાના વિરોધમાં પાસ કરવામાં આવ્યુ છે. ચીનની સંસદે હૉંગકૉગના નવા સુરક્ષા કાયદાને મંજૂરી આપી છે અને હવે માનવામાં આવી રહ્યુ છે કે તેમનો બ્રિટન, અમેરિકા જેવા દેશો સાથે ટકરાવ વધી શકે છે.
અમેરિકી સાંસદ બોલ્યા - આ એક ઈમરજન્સી સ્થિતિ
ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર ક્રિસવાન હોલેને કહ્યુ કે આ એક ઈમરજન્સી સ્થિતિ છે. આનાથી વધુ સંવેદનશીલ સમય હવે ન આવી શકે. આ રીતનુ નિવેદન રિપલબ્લિકન પાર્ટીના નેતાઓ તરફથી પણ આવી રહ્યા છે. રિપબ્લિકન પાર્ટીના સેનેટર પેટ ટુમેએ કહ્યુ કે આ બિલ દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જશે કે અમેરિકા કોની તરફ છે. બિલમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે જે પણ કંપનીઓ હૉંગકૉંગની સ્વાયત્તાનુ ઉલ્લંઘન કરશે તેના પર કડક પ્રતિબંધ લગાવવામાં આવશે. આની પહેલા અમેરિકાએ ઘોષણા કરી હતી કે તે અમેરિકી કાયદા હેઠળ હૉંગકૉંગને મળેલો વિશેષ દરજ્જો પાછો લઈ રહ્યા છે.
ત્યારબપાદ હવે હૉંગકૉંગમાં રક્ષા નિકાસ અને હાઈ-ટેકનોલૉજીવાળા ઉત્પાદ અમેરિકાથી નહિ જઈ શકે. અમેરિકી કોંગ્રેસના સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યુ કે ચીની સરકારા આ કાયદા સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. હૉંગકૉંગ પર આવેલા નવા સુરક્ષા કાયદા વિશે ચીન અને અમેરિકા વચ્ચે ચર્ચા છેડાઈ છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયોએ કહ્યુ હતુ કે ચીનના અધિકારીઓ પર વિઝા બેન લગાવશે. ત્યારબાદ ચીનમાં પણ આ રીતની કાર્યવાહી કરવાની ધમકી આપવામાં હતી.
ચીન સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે અચાનક લેહ પહોંચ્યા પીએમ મોદી