મોદી માટે ગુડ ન્યૂઝ: US માનવઅધિકાર રિપોર્ટમાં નામ નહીં
વોશિગ્ટન, 28 ફેબ્રુઆરી: એક બાજું લોકસભાની ચૂંટણીઓ નજીક આવતી જઇ રહી છે અને ભાજપો તારો ચમતો દેખાઇ રહ્યો છે કારણ કે તેના માટે એક પછી એક અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે. સાથે સાથે મોદીનું નસીબ પણ જોર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર અમેરિકાએ માનવઅધિકારો પર બહાર પાડેલા વાર્ષિક રિપોર્ટમાં ગુજરાત રમખાણોને લઇને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ બાકાત રાખ્યું છે.
આ સમાચાર ખરેખર ભાજપ માટે એક આનંદના સમાચાર સાબિત થઇ શકે છે. જોકે અમેરિકાએ માનવાધિકારો પર વાર્ષિક રિપોર્ટમાં ગુજરાત રમખાણોને લઇને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ નહીં હોવા પર સ્પષ્ટતા કરી છે, અને જણાવ્યું છે કે ગુજરાતમાં 2002ના રમખાણોને લઇને અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર આવ્યો નથી.

સાકીએ જણાવ્યું કે લગભગ એક દશક પહેલા ગુજરાતમાં થયેલા સાંપ્રદાયિક રમખાણ પર અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર થયો નથી. અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસાને લઇને સતત ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે. મારા વિચારથી ભારતમાં કોમી હુલ્લડોના ઘણા મામલાઓને લઇને અમારું વલણ બિલકૂલ સ્પષ્ટ રહ્યું છે. માનવાધિકારો પર આ નવીનતમ રિપોર્ટ ગઇકાલે વિદેશ મંત્રી જ્હોન કેરીએ રજબ કરી હતી.












Click it and Unblock the Notifications
