US Election 2020: બિડેન- ટ્રમ્પનો ઈંતેજાર લાંબો થઈ શકે, હાર-જીતના એલાનમાં અઠવાડિયાની વાર!
US Election 2020: બિડેન- ટ્રમ્પનો ઈંતેજાર લાંબો થઈ શકે, હાર-જીતના એલાનમાં અઠવાડિયાની વાર!
વૉશિંગ્ટનઃ ભારત સહિત આખી દુનિયાની નજર પ્રેસિડેન્શિયલ ચૂંટણીના પરિણામો પર છે. પરંતુ જો અધિકારીઓનું માનીએ તો રિઝલ્ટ આવવામાં સમય લાગી શકે છે. પેંસિલવેનિયા, જ્યોર્જિયા, એરિજોના અને નવાડા જેવા રાજ્યોમાં એબસેંટી બેલેટ્સનો પહાડ લાગ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, ગુરુવારની સવાર સુધી પરિણામ ઘોષિત કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી. એવામાં રિપબ્લિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડેન પોતાની જીત માટે લાંબો ઈંતેજાર કરવો પડી શકે છે.

નોર્થ કેરોલિનામાં વોટની ગણતરી ચાલુ
મિશીગન અને વિસ્કોન્સિનમાં બુધવારે બપોર સુધી મતગણતરીનું કામ થઈ ગયું હતું. અહીં પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બિડેનને ફાયદો મળ્યો છે. કેટલાંક રાજ્યો જેવામાં કે નોર્થ કૈરોલિનામાં પરિણામને લઈ કન્ફ્યૂઝન બનેલું છે. એબસેંટી બેલેટ્સના કારણે અહીં પરિણામ આગામી અઠવાડિયા પહેલાં ના આવી શકે. નવાડા અધિકારીઓનું કહેવું છે કે ગુરુવારે સવાર સુધીમાં પરિણામ ઘોષિત કરવાનો કોઈ ઈરાદો નથી. કોવિડ-19 મહામારીના કારણે લોકોએ આ વખતે મેઈલ-ઈન બેલેટ્સ પર વધુ ભરોસો જતાવ્યો છે. મેઈલ-ઈન બેલેટ્સ એટલે કે ટપાલ દ્વારા પહોંચેલા મતપત્રોની ગણતરીમાં અત્યાર સુધી બિડેનને ફાયદો મળતો જણાઈ રહ્યો છે. જ્યારે ઈન-પર્સન વોટ્સ એટલે કે ઈલેક્શન ડે પર પોલિંગ બૂથ પર જઈને વોટિંગમાં ટ્રમ્પને વોટ્સ મળ્યા છે.
આ પણ વાંચોઃ
- US Election: ટ્રમ્પે મતગણતરી પર આશંકા જતાવી, બોલ્યા- કાલે જ્યાં લીડ કરી રહ્યો હતો, ત્યાં પાછળ?
- US Election 2020: 264 ઈલેક્ટોરલ વોટ સાથે જાદૂઈ આંકડાથી માત્ર 6 વોટ દૂર જો બિડેન
- US Election 2020: છેતરપિંડીનો આરોપ લગાવીને ટ્રમ્પ બોલ્યા - જશે સુપ્રીમ કોર્ટ
વિસ્કોન્સિન પર ટ્રમ્પે સવાલ ઉઠાવ્યા
મિશીગન પેંસિલવેનિયા અને વિસ્કોન્સિનમાં ચૂંટણી અધિકારીઓને એબસેંટી બેલેટ્સની ગણતરી કરવાના ઈલેક્શન ડે સુધી મંજૂરી નહોતી મળી. પરંતુ રિપબ્લિકન પાર્ટીના સાંસદ તરફથી તેનો વિરોધ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે જેમ બાકી રાજ્યોમાં ગણતરીની વ્યવસ્થા છે તેવી જ રીતે અહીં પણ વોટની ગણતરી ઈલેક્શન ડે પર જ થાય. બિડેનને વિસ્કોન્સિન અને મિશીગનમાં જીત મળતી જોવા મળી રહી છે. વિસ્્કોન્સિનમાં લગભગ તમામ બેલેટ્સની ગણતરી બુધવારે બપોર સુધી થઈ ગઈ હતી. બિડેને જ્યાં પોતાના સમર્થકોને ધૈર્ય રાખવા માટે કહ્યું તો ટ્રમ્પે વિસ્કોન્સિનના પરિણામો પર વાલ ઉઠાવવા શરૂ કરી દીધા. લાખો વોટની ગણતરી હજી બાકી છે અને ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ અહીં જીતી ચૂક્યા છે. ટ્રમ્પે વિસ્કોન્સિનમાં બીજીવાર મતગણતરી કરાવવાની માંગ કરી છે. જ્યારે ડેમોક્રેટ્સે પણ પોતાની લીગલ ટીમને કાનૂની લડાઈ માટે તૈયાર રાખી છે.












Click it and Unblock the Notifications
