For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુએસ ચૂંટણીઃ મિશીગન-જ્યોર્જિયામાં હાર બાદ હવે નવાદામાં મતોની ગણતરી માટે કેસ કરશે ટ્રમ્પ

જોર્જિયા અને મિશીગનમાં ટ્રમ્પ કેમ્પેઈને મળી કોર્ટમાં હાર, નવાદામાં હવે ફાઈલ કરશે કેસ.

|
Google Oneindia Gujarati News

યુએસ ચૂંટણીમાં જોર્જિયા અને મિશીગનમાં ટ્રમ્પ કેમ્પેઈને મળી કોર્ટમાં હાર, નવાદામાં હવે ફાઈલ કરશે કેસ. જોર્જિયામાં ટ્રમ્પ કેમ્પેઈને આરોપ લગાવ્યો છે કે 53 એવા બેલેટ્સને મિલાવી દેવામાં આવ્યા છે મોડેથી પહોચ્યા હતા. જ્યારે મિશીગનમાં કેમ્પેઈન વોટ કાઉન્ટિંગને રોકવા માટે કોર્ટ પહોંચ્યુ હતુ. બંને કેસમાં જજોએ કહ્યુ કે તેમની પાસે કોઈ ઠોસ પુરાવા નથી જેનાથી આરોપોની પુષ્ટિ થઈ શકે. આ સાથે જ અરજીઓને ફગાવી દેવામાં આવી.

us

નવાદામાં ગણાઈ રહ્યા છે મૃતકોના વોટ

ટ્રમ્પના સાથીઓનો દાવો છે કે નવાદાના ગીચ વસ્તીવાળા ક્લાર્ક કાઉન્ટીમાં વોટિંગમાં ગોટાળો થયો છે. જે હેઠળ લાસ વેગાસ પણ આવે છે. ટ્રમ્પના પ્રવકતા તરફથી મિશીગન અને જ્યોર્જિયા પર આવેલા ચુકાદા વિશે કંઈ કહેવામાં આવ્યુ નથી. હાલમાં ત્રણ રાજ્યોમાં કાઉન્ટિંગ ચાલુ છે અને આ ત્રણે બેટલગ્રાઉન્ડ સ્ટેટસ છે જે રાષ્ટ્રપતિનો નિર્ણય કરશે. ડેમોક્રેટ જો બિડેન અને રિપબ્લિકન ટ્રમ્પ વચ્ચે નવાદામાં કાંટાની ટક્કર થઈ રહી છે. જ્યોર્જિયામાં ટ્રમ્પ હળવી લીડ બનાવી છે જ્યારે મિશીગનમાં તેમને વિજેતા ગણાવાઈ રહ્યા છે. લાસ વેગાસમાં થયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં નવાદાના પૂર્વ એટૉર્ની જનરલ એડમ લેક્સાલ્ટ અને ટ્રમ્પ કેમ્પેઈનમાં શામેલ બાકીના લોકો વોટિંગ ગોટાળાને સાબિત કરવા માટે કોઈ પુરાવા આપી શક્યા નથી.

લેકસાલ્ટે કહ્યુ કે અમુક વોટર્સ જેમના મોત થઈ ચૂક્યા છે. તેમને એ વાતનો પૂરો ભરોસો છે કે હજારો લોકો એ રીતના હશે જેમના વોટ્સ કાઉન્ટ થઈ ગયા પરંતુ તે મહામારીના કારણે ક્લાર્ક કાઉન્ટીમાંથી બહાર જતા રર્યા. તેમણે કહ્યુ કે ફેડરલ કોર્ટમાં એક અરજી દાખલ કરીને જજને ખોટા વોટોની ગણતરી અટકાવવાની અપીલ કરવામાં આવશે. વળી, ક્લાર્ક કાઉન્ટના ચૂંટણી અધિકારી ગ્લોરિયાએ કહ્યુ કે આ વાતને સાબિત કરવા માટે કોઈ પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી કે વોટિંગ પ્રક્રિયામાં ગોટાળો થયો છે.

SC - લોકો પર કેમિકલ છંટકાવ વિશે જારી કરો નિર્દેશSC - લોકો પર કેમિકલ છંટકાવ વિશે જારી કરો નિર્દેશ

English summary
US Election 2020: Trump lose case in Georgia and Mishigan, will file case for Navada.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X