For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં શટલડાઉનનું એલાન, તમામ સરકારી ઓફીસોને લાગ્યા તાળા!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 ઓક્ટોબર : અમેરિકામાં બજેટ સંકટના કારણે શટડાઉનનું એલાન કરી દેવામાં આવ્યું છે. સંસદમાં સરકારી ખર્ચનું બજેટ પાસ નહીં થવાના કારણે સરકારી ઓફીસેને તાળા મારવાની સ્થિતિ સર્જાઇ છે. માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે. શટડાઉન હેઠળ ઘણા વિભાગો બંધ કરવા પડે છે. લગભગ સાત લાખ કર્મચારીઓને વગર વેતને રજા પર મોકલી દેવામાં આવ્યા છે.

17 વર્ષ બદ સર્જાઇ આવી સ્થિતિ
બજેટ પ્રક્રિયા લાંબી ચાલવાથી 17 વર્ષ બાદ એકવાર ફરી અમેરિકાને શટડાઉન કરવાનો વારો આવ્યો છે. અમેરિકાની સત્તાધારી પાર્ટી ડેમોક્રેટ્સ અને વિપક્ષી દળ રિપબ્લિકન સંધીય બજેટ પર સહમતી ના બનતા આ નિર્ણય લેવો પડ્યો. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને વિપક્ષી રિપબ્લિકન પાર્ટી ચાલુ નાણાકિય વર્ષના બચેલા છ મહિના માટે નાણાકિય વહીવટ પર કોઇ નિર્ણય લઇ શક્યા નહીં. 17 વર્ષ બાદ નાણાની અછતના કારણે અમેરિકન સરકારને ફરીથી શટડાઉન કરવું પડ્યું છે.

barack obama
સંધીય એજન્સીઓ અને કાર્યક્રમો માટે રૂપિયાની અછત થવાથી એન્ટીડેફિશિએન્સી એક્ટ અનુસાર સંધીય એજન્સીઓને પોતાનું કામકાજ રોકવું પડે છે. તંત્ર બજેટ ના હોવાના કારણે કર્મચારીઓને રજા પર મોકલી દે છે, આ દરમિયાન તેમને વેતન પણ મળતું નથી.

જોકે, અમેરિકામાં ઓબામા તંત્રને સંધીય બજેટ માટે વિપક્ષી રિપબ્લીકન પાર્ટી સામે ઝૂઝવું પડી રહ્યું છે. આ શટડાઉનની અસર ઘણી જરૂરી સેવાઓ પર પડવાની સાથે અર્થવ્યવસ્થા પર ભારે અસર પડશે.

આ પહેલા 1995માં અમેરિકન તંત્રને શટડાઉનનો સામનો કરવો પડ્યો હતો. જેનાથી અમેરિકન અર્થવ્યવસ્થાને ભારે નુકસાની ભોગવવી પડી હતી. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે શટડાઉનનો અમેરિકન અર્થવ્યવસ્થા પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.

શું છે આખો મામલો?
અમેરિકન સંસદના ઉપલા ગૃહ એટલે કે સેનેટે બજેટ બિલને નકારતા તેને નિચલા ગૃહ એટલે કે પ્રતિનિધિ સભાને પરત મોકલ્યું છે. રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો હેલ્થકેર કાનૂન જેને ઓબામાકેર કહેવાય છે, તે આ રાજનૈતિક અડચણનું મુખ્ય કારણ છે. પ્રતિનિધિ સભામાં રિપબ્લિકન સભ્યો અને સેનેટમાં તેમના સહયોગીઓએ માંગ કરતા જણાવ્યું છે કે આ કાયદાને પરત લેવામાં આવે અથવા આની પર થનારા ખર્ચ માટે રૂપિયા ના આપવામાં આવે ત્યારે જ તે સરકારી ખર્ચ માટે બિલ પાસ કરશે.

English summary
Congress has missed the deadline for averting the first partial government shutdown in 17 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X