For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

H-1B વિઝા માટે અમેરિકાનો નવો પ્રસ્તાવ, હજારો ભારતીયોની નોકરીઓ પર સંકટ

અમેરિકાના વિદેશ વિભાગે બુધવારે એચ-1 બી વિઝા માટે નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અમેરિકાના વિદેશ વિભાગે બુધવારે એચ-1 બી વિઝા માટે નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં અમેરિકી વિદેશ વિભાગે એચ-1 બી સ્પેશિયાલિટી અસ્થાયી બિઝનેસ વિઝા જારી ન કરવા માટે સરકારને કહ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન આ પ્રસ્તાવને મંજૂરી આપી દે તો ભારતીયો પર ખાસ કરીને આની અસર થશે. આ પ્રસ્તાવને મંજૂરી મળવાથી લગભગ 8000 વિદેશી કામદાર દર વર્ષે પ્રભાવિત થશે. જેમાં મોટાભાગની સંખ્યા ભારતના લોકોની જ હશે. ખાસ કરીને એ કંપનીઓ પર પણ અસર થશે જે એચ 1બી વિઝા પર ટેકનિકલ પ્રોફેશનલ્સને અમેરિકા મોકલે છે.

US Visa

એચ-1 બી વિઝા અમેરિકી કંપનીઓને દેશમાં ટેકનિકલ પ્રોફેશનલ્સને નાના કાર્યકાળ માટે બોલાવવા અને સાઈટ પર જઈને કામ કરવાની મંજૂરી આપે છે. અમેરિક વિદેશ વિભાગનુ કહેવુ છે કે નવા પ્રસ્તાવ મંજૂર થવા પર અમેરિકી કંપનીઓને પોતાના શ્રમિકોને પ્રોત્સાહિત કરવાનો મોકો મળશે. અમેરિકાાં ત્રણ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે માટે આ પગલાંને ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકારનુ વલણ એચ 1બી વિઝા માટે સતત કડક રહ્યુ છે. આ મહિને ટ્રમ્પ પ્રશાસને સ્થાનિક કામદારોની સુરક્ષા માટે ચૂંટણી પહેલા એચ1બી વિઝા માટે નવા પ્રતિબંધો લગાવ્યા છે. નવા નિયમોમાં ભથ્થા સાથે જોડાયેલ પેરામીટર્સ વધારી દીધા છે. કંપનીઓ માટે વિદેશી કર્મચારીઓને કામ પર રાખવાની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વ્હાઈટ હાઉસે ફ્રૉડ ડિટેક્શન ફોર્સને વધુ અધિકાર આપ્યા છે. આનાથી હવે વિઝા મંજૂરી પહેલા થતી તપાસ વધુ કડક થઈ જશે. વ્હાઈટ હાઉસના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટીએ એચ1 બી વિઝા સાથે જો઼ાયેલ બે ઈન્ટેરિમ ફાઈનલ રુલ્સ(આઈએફઆર) દ્વારા આ ફેરફાર કર્યા છે. આ સાથે સાથે નવા નિયમમાં થર્ડ પાર્ટી ક્લાયન્ટ તરીકે નિયુક્ત કરાતા કર્મચારીઓના વિઝાના માન્ય રહેવાનો સમય પણ ઘટાડી દેવામાં આવ્યો છે.

સરકારે કોરોનાના કારણે લાગુ વિઝા પ્રતિબંધોમાં આપી ઢીલ, કર્યુ મોટુ એલાનસરકારે કોરોનાના કારણે લાગુ વિઝા પ્રતિબંધોમાં આપી ઢીલ, કર્યુ મોટુ એલાન

English summary
US: New proposal on H1B visas for speciality jobs may affect hundreds of Indians.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X