For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રમ્પ આપશે ભારતને મોટો ઝાટકો? GSP સુવિધા છીનવી શકે US, માલ વેચવો થશે મુશ્કેલ

ટ્રમ્પ આપશે ભારતને મોટો ઝાટકો? GSP સુવિધા છીનવી શકે US

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની સાથે જીએસપી (ઝનરલાઈઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરેન્સ) સમાપ્ત કરવાનો ફેસલો લીધો છે. ટ્રમ્પે પોતાની સંસદને આ જાણકારી આપી છે. ભારત સિવાય તુર્કી પણ છે જેની સાથે અમેરિકા આ કારોબારી સંબંધ તોડી રહ્યું છે. ટ્રમ્પના આ ફેસલાની જાણકારી યૂએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ રૉબર્ટ લાઈટ્ઝરે આપી છે. લોકસભા ચૂંટણી પહેલા ટ્મ્પનો આ ફેસલો મોદી સરકાર માટે મુશ્કેલી વધારી શકે છે.

donald trump

શું છે જીએસપી?

ઝનરલાઈઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરેન્સ એટલે કે જીએસપી અમેરિકી ટ્રેડ પ્રોગ્રામ છે જે અંતર્ગત અમેરિકા વિકાસશીલ દેશોમાં આર્થિક પ્રગતિ માટે પોતાને ત્યાં ટેક્સ વિના સામાનની આયાત કરે છે. અમેરિકાએ દુનિયાના 129 દેશોને આ સુવિધા આપી છે જ્યાં 4800 પ્રોડક્ટની આયાત થાય છે. અમેરિકાએ ટ્રેડ એક્ટ 1974 અંતર્ગત 1 જાન્યુઆરી 1976ના રોજ જીએસપીનું ગઠન કર્યું હતું.

શું છે સમગ્ર કાર્યવાહી

રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી ફેસલા પર દસ્તખત કર્યા બાદ 60 દિવસનું નોટિફિકેશન મોકલી દેવામાં આવ્યું છે. જીએસપી સમાપ્ત કરવાની આ માન્ય પ્રક્રિયા છે. ભારત અે તુર્કીના લગભગ 2 હજાર પ્રોડક્ટ છે જે તેના પ્રભાવમાં આવશે. જેમાં ઑટો પાર્ટ્સ, ઈન્ડસ્ટ્રિયલ વૉલ્વ અને ટેક્સટાઈલ મટીરિયલ મુખ્ય છે. રાષ્ટ્રપતિ ઈચ્છે તો પોતાનો ફેસલો પરત લઈ શકે છે, પરંતુ તેના માટે ભારત અને તુર્કીએ અમેરિકી પ્રશાસનની ચિંતાઓ દૂર કરવા પડશે?

વર્ષ 2017માં ભારત વિકાસશીલ દેશોમાં એકલો દેશ હતો જેને જીએસપી અંતર્ગત સૌથી વધુ લાભ મળ્યો હતો. ભારતથી અમેરિકાએ 5.7 બિલિયન ડૉલરની આયાત કોઈપણ ટેક્સ વિના કરી હતી જ્યારે તુર્કી પાંચમા સ્થાન પર હતું જ્યાંથી તેમણએ 1.7 બિલિયન ડૉલરની ડ્યૂટી ફ્રી સામાનની આયાત કરી હતી. પાછલા વર્ષે એપ્રિલમાં અમેરિકાએ એલાન કર્યું હતું કે તેઓ ભારત અને તુર્કીને મળનાર રાહત પર વિચાર કરશે કેમ કે અમેરિકાની કેટલીક ડેરી અને મેડિકલ કંપનીઓએ ફરિયાદ કરી હતી કે આનાથી સ્વદેશી કારોબાર પર ભારે અસર પડી રહી છે.

ભારત, તુર્કી પર કેટલી અસર?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ફેસલા પહેલા કહ્યું કે ભારતે અમને આ વાતને લઈ આશ્વસ્ત નથી કર્યા કે તેઓ પોતાની બજારમાં અમારી પ્રોડક્ટની પહોંચ ક્યાં સુધી અને કેટલી આસાનીથી બનાવશે. તુર્કી વિશે ટ્રમ્પે કહ્યું કે ત્યાંની આર્થિક પ્રગતિ જોઈને તેને વિકાસશીલ દેશોની શ્રેણીમાં ન રાખી શકીએ.

ટ્રમ્પનો આ ફેસલો એવા સમયે આવ્યો છે જ્યારે ભારતમાં લોકસભા ચૂંટણી થનાર છે. પીએમ નરેન્દ્ર મોદી માટે આ મુશ્કેલી વધારી શકે છે કેમ કે ચૂંટણીના માહોલમાં દેશની આર્થિક પ્રગતિની ચિંતા હેરાન કરી શકે છે. બીજી બાજુ ટ્રમ્પ અને તુર્કીના પીએણ અર્દોગન વ્ચચે સંબંધોમાં કડવાહટ જગજાહેર છે. ત્યાંની આર્થવ્યવસ્થા પણ નબળી પડતી જઈ રહી છે. સાથે જ લોકસભા ચૂંટણી છે. માટે ભારત અને તુર્કી બંને દેશ પર અમેરિકાના આ ફેસલાની ઉંડી અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો- ભારતીય સીમમાં ઘુસેલા પાકિસ્તાની ડ્રોનને વાયુસેનાએ તોડી પાડ્યું

English summary
US President Donald Trump is planning to end India's preferential trade treatment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X