For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનની વુહાન લેબ પર આવેલા રિપોર્ટ્સ પર બાજ નજરઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે અમેરિકા એ રિપોર્ટ્સ પર સતત નજર રાખી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે અમેરિકા એ રિપોર્ટ્સ પર સતત નજર રાખી રહ્યુ છે જેમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં વુહાન લેબથી કોરોના વાયરસ નીકળ્યો અને તેણે આખી દુનિયામાં વિનાશ વેરી દીધો છે. અત્યાર સુધી આ વાયરસના કારણે દુનિયાભરમાં 153,800 લોકો માર્યા ગયા છે. ટ્રમ્પે બુધવારે પણ આ રીતનુ નિવેદન આપ્યુ હતુ અને તપાસ કરાવવાની વાત કહી હતી.

શું રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરાવશે તપાસ?

શું રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરાવશે તપાસ?

શુક્રવારે ટ્રમ્પ, વ્હાઈટ હાઉસમાં મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા. અહીં તેમને પૂછવામાં આવ્યુ કે શું તે એ અંગેની તપાસ કરાવશે કે ચીનની વુહાન લેબથી કોરોના વાયરસ નીકળ્યો છે? આના પર ટ્રમ્પે જવાબ આપ્યો કે, ‘અમે આના પર નજર રાખી રહ્યા છે અને ઘણા બધા લોકો આને જોઈ રહ્યા છે. એવુ લાગે છે કે આ વાતોમાં કોઈ તર્ક છે.' ટ્રમ્પે આગળ કહ્યુ કે, ‘તે એક પ્રકારના ચામાચીડિયાની વાત કરી રહ્યા છે પરંતુ આ રીતનુ ચામાચીડિયુ તો એ વિસ્તારમાં હતુ જ નહિ. એ વેટ ઝોનમાં આ પ્રકારનુ ચામાચીડિયુ નહોતુ વેચાઈ રહ્યુ.'

ફૉક્સ ન્યૂઝનો રિપોર્ટ

ફૉક્સ ન્યૂઝનો રિપોર્ટ

આ પહેલા ફૉક્સ ન્યૂઝ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે અમેરિકા એ અંગેની પૂર્ણ સ્તરે તપાસ કરાવી રહ્યુ છે કે શું વુહાનની લેબમાંથી જાનલેવા વાયરસ નીકળ્યો હતો. ફૉક્સ ન્યૂઝે પોતાના એક ખાસ રિપોર્ટમાં અધિકારીઓના હવાલાથી કહ્યુ હતુ કે ઈન્ટેલીજસ્ન ઑપરેટીવ્ઝ આ અંગેની માહિતી એકઠી કરી રહ્યા હતા શું લેબ આ મહામારી માટે જવાબદાર છે. ઈન્ટેલીજન્સ વિશેષજ્ઞ ટાઈમલાઈનને સાથે લાવી રહ્યા હતા અને એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે ચીનની સરકારને શું શું માહિતી હતી અને તે આ અંગેની એક તસવીર બનાવવાની કોશિશ કરી રહ્યા છે કે છેવટે શું થયુ હશે.

ટ્રમ્પે કહ્યુ ભયાનક સ્થિતિ

ટ્રમ્પે કહ્યુ ભયાનક સ્થિતિ

આ પહેલા અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયોએ ચીનના ટૉપ રાજનાયક યાંગ જાઈશી સાથે ફોન પર વાત કરી. અમેરિકી વિદેશ વિભાગ તરફથી આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ કે પોપેયોએ એ વાત પર જોર આપ્યુ કે કોવિડ-19 વિશે જે પણ માહિતી શેર કરવામાં આવી રહી છે તેમાં પૂરી પારદર્શિતા રાખવામાં આવે. ટ્રમ્પે બુધવારે કહ્યુ હતુ કે, ‘તેમની સરકાર એ અંગેની પુષ્ટિ કરવાની કોશિશોમાં લાગી છે કે શું વાયરસ ખરેખર વુહાનની કોઈ લેબમાંથી નીકળ્યો હતો. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમં આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ, અમે આ ભયાનક સ્થિતિની ઉંડાણપૂર્વ તપાસ કરાવી રહ્યા છે કે છેવટે શું બન્યુ?'

આ પણ વાંચોઃ કોટામાં ફસાયેલા છાત્રો માટે યુપી સરકારે મોકલી 300 બસો, નીતિશકુમારે ઉઠાવ્યા સવાલઆ પણ વાંચોઃ કોટામાં ફસાયેલા છાત્રો માટે યુપી સરકારે મોકલી 300 બસો, નીતિશકુમારે ઉઠાવ્યા સવાલ

English summary
US President Donald Trump says looking into reports that coronavirus escaped from Wuhan lab in China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X