For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીને ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા અભિનંદન કહ્યુ, ‘હવે કંઈક મોટુ થવાનુ છે'

મેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમની આ પ્રચંડ જીત માટે અભિનંદન પાઠવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી પરિણામમાં પોતાનો ઝંડો ફરકાવી દીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમની આ પ્રચંડ જીત માટે અભિનંદન પાઠવ્યા છે. ભારતીય સમયાનુસાર રાતે 10 વાગીને 43 મિનિટે ટ્રમ્પે પીએમ મોદીને અભિનંદન માટે ટ્વીટ કર્યુ. ભાજપની આગેવાનીવાળા એનડીએ ગઠબંધનને ચૂંટણીમાં 350થી વધુ સીટો મળી છે અને આમાં ભાજપની સીટ જ 300 આસપાસ છે.

આ પણ વાંચોઃ Pics: ભાજપની પ્રચંડ જીત પર ખુશ થઈ કંગના, અનોખા અંદાજમાં કરી ઉજવણીઆ પણ વાંચોઃ Pics: ભાજપની પ્રચંડ જીત પર ખુશ થઈ કંગના, અનોખા અંદાજમાં કરી ઉજવણી

‘ભાગીદારીમાં થશે હવે મહાન ઘટનાઓ'

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વીટમાં લખ્યુ, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના પક્ષ ભાજપને મોટી ચૂંટણી જીત પર અભિનંદન.' તેમણે આગળ લખ્યુ, ‘પીએમ મોદીને સત્તામાં પાછા આવ્યા બાદ ભારત-અમેરિકા ભાગીદારીમાં હવે ઘણી બધી મહાન ઘટનાઓ થવાની છે. હુ અમારા મહત્વના કામોને ચાલુ રાખવા તરફ અગ્રેસર છુ.' પીએમ મોદી માટે અમેરિકી કોંગ્રેસના વિદેશ સમિતિના ચેરમેન ઈલિયટ એલ એંગેલે પણ પોતાના અભિનંદન મોકલ્યા છે. તેમણે પીએમ મોદીસાથે દેશની જનતાને પણ આગલા પાંચ વર્ષો માટે એક સ્થિર સરકાર ચૂંટવા માટે શુભકામનાઓ આપી છે.

મત આપવા મોટી જવાબદારી

મત આપવા મોટી જવાબદારી

ઈલિયટે કહ્યુ, ‘લોકતંત્રમાં રહેતા લોકો માટે મત આપવો એક મોટી જવાબદારી અને એક મહત્વનો અધિકાર હોય છે અને હું 600 મિલિયન ભારતીયોને અભિનંદન આપુ છુ કે તેમણે પોતાના આ અધિકારનો ઉપયોગ કર્યો છે.' આ વિશાળ જીત પર પીએમ મોદી માટે ઈઝરાયેલ, ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, રશિયા અને ઘણા બીજા દેશોએ પણ અભિનંદન આપ્યા છે.

એક સમાન લક્ષ્યો પર ધ્યાન

એક સમાન લક્ષ્યો પર ધ્યાન

તેમણે આગળ કહ્યુ, ‘ભારતીયોએ બતાવી દીધુ છે અને અમેરિકી કોંગ્રેસ હવે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સાથે મળીને કામ કરવાની દિશા તરફ જોઈ રહી છે જેથી અમે પોતાના એક સમાન હિતો સાથે જોડાયેલા મુદ્દાઓ, માનવીય અધિકારી, સુરક્ષા, વેપાર, આર્થિક પ્રગતિ અને ક્લાઈમેટ ચેન્દ સાથે જોડાયેલા લક્ષ્યો પર આગળ વધી શકીએ.' લોકસભા ચૂંટણી 2019ની શરૂઆત 11 એપ્રિલના રોજ થઈ હતી અને 19 મેના રોજ ચૂંટણી ખતમ થઈ.

અમેરિકી કોંગ્રેસે પણ આપ્યા અભિનંદન

અમેરિકી કોંગ્રેસે પણ આપ્યા અભિનંદન

અમેરિકી કોંગ્રેસના એક નેતા જિમ બેંક્સે પણ ટ્વીટ કરીને પીએમ મોદીને અભિનંદન આપ્યા. તેમણે કહ્યુ, ‘ભારત અને અમેરિકાના સંબંધ ક્યારેય આટલા મજબૂત નહોતા.' એક તરફ અમેરિકી કોંગ્રેસ સભ્ય બ્રેડ શેરમને પણ મોદીના ફરીથી પીએમ ચૂંટાવા પર લખ્યુ, ‘દુનિયાની સૌથી મોટી વસ્તીવાળા લોકતંત્રમાં વધુ એક સફળ ચૂંટણી થઈ છે.' બીજા એક અમેરિકી કોંગ્રેસ નેતા બ્રાયન ફિટ્ઝપેટ્રિકે કહ્યુ કે તે પીએમ મોદીના પ્રશાસનમાં અમેરિકા અને ભારતના સંબંધો વધુ મજબૂત હોવાની દિશામાં કામ કરવા માટે તૈયાર છે.

English summary
US President Donald Trump has wished Prime Minister Narendra Modi on winning Lok Sabha Elections 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X