For Quick Alerts
For Daily Alerts
અફઘાનિસ્તાનના મુદ્દે રાષ્ટ્રપતિ જો બાઈડેને તોડ્યુ મૌન, જાણો સંબોધનની મુખ્ય વાતો
વૉશિંગ્ટનઃ અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય રાજધાની કાબુલ પર તાલિબાનના કબજા બાદ ત્યાંની સ્થિતિ ખરાબ છે. અફઘાનિસ્તાનથી સેનાને પાછી બોલાવવાના નિર્ણય બાદ ઘેરાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આજે પહેલી વાર આ મુદ્દે વ્હાઈટ હાઉસથી દેશને સંબોધિત કર્યો. તમને જણાવી દઈએ કે તાલિબાનના અફઘાન પર કબજા બાદ પહેલી વાર જો બાઈડેને પોતાનુ મૌન તોડ્યુ છે. આ પહેલા વ્હાઈટ હાઉસે એક નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે બાઈડેન પોતાની રજાઓ વચ્ચે ખતમ કરીને જલ્દી અફઘાનિસ્તાન મુદ્દે ટિપ્પણી કરશે. છેવટે રાષ્ટ્રપતિ જો બાઈડેને અફઘાન મુદ્દે દેશને સંબોધિત કર્યો. આવો, જાણીએ તેમના ભાષણની અમુક મુખ્ય વાતો...

ઇન્ટરનેશનલ : બાઇડને અશરફ ગની પર ઠીકરું ફોડ્યું, કહ્યું લડ્યા વગર ભાગી ગયા
- 20 વર્ષ સુધી અમારા સૈનિકોએ અફઘાનિસ્તાનની સ્થિતિને સંભાળી, અમને અમારા નાગરિકોની ચિંતા છેઃ રાષ્ટ્રપતિ જો બાઈડેન
- રાષ્ટ્રપતિ જો બાઈડેને તાલિબાનને ચેતવણી આપી છે કે જો એક પણ અમેરિકી નાગરિક અને સૈનિકને કોઈ નુકશાન પહોંચાડ્યુ તો અમેરિકા છોડશે નહિ.
- રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના સંબોધનમાં કહ્યુ કે અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં લોકતંત્રની સ્થાપના કરવા નહોતી ગઈ, ત્યાંની જમીનનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય એ માટે સેના 20 વર્ષથી ત્યાં હતી.
- રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે અફઘાનિસ્તાનમાં અમારુ કામ પૂરુ થઈ ગયુ છે. આખી સેનાને પાછી બોલાવી લેવામાં આવી છે.
- જો બાઈડેને તાલિબાનને ચેતવણી આપી છે કે જો અમેરિકી નાગરિકને નુકશાન પહોંચાડ્યુ તો અમે જડબાતોડ જવાબ આપીશુ.
- અમે ઘમા દેશોમાં આતંકવાદી જૂથો સામે પ્રભાવી આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યા, જ્યાં અમારા સ્થાયી સૈન્ય ઉપસ્થિત નહોતા ત્યાં પણ અમે આવા અભિયાન ચલાવ્યા. જરૂર પડી તો અમે અફઘાનિસ્તાનમાં પણ આવુ જ કરીશુઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન
- અમે ક્ષમતાને આતંકવાદ વિરોધી વિકસિત કરી છે, સંયુક્ત રાજ્ય અમેરિકા માટે સીધા જોખમો પર પોતાની નજર રાખવા માટે અમે પ્રતિબદ્ધ છે. જરુર પડી તો અમે નિર્ણાયક રીતે કાર્ય કરીશુઃ જો બાઈડન
- અફઘાનિસ્તાનમાં અમારુ એકમાત્ર મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિત આજે પણ એ જ છે જે હંમેશાથી હતુ, અમેરિકી માતૃભૂમિ પર આતંકવાદી હુમલા રોકવાઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન
- અમે લગભગ 20 વર્ષ પહેલા સ્પષ્ટ લક્ષ્યો સાથે અફઘાનિસ્તાન ગયા હતા. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકા પર હુમલો કરનારને અમે શોધ્યા અને ઠાર માર્યા. અમે એ પણ સુનિશ્ચિત કર્યુ કે અલ-કાયદા અફઘાનિસ્તાનને એક આધાર તરીકે ઉપયોગ ના કરે જ્યાંથી અમારા પર ફરીથી હુમલો કરી શકાયઃ જો બાઈડન
- હું મારા નિર્ણય પર સંપૂર્ણપણે અડગ છુ, 20 વર્ષો પછી મે મુશ્કેલીથી શીખ્યુ છે કે અમેરિકી સેના (અફઘાનિસ્તાનથી)ને પાછા બોલાવવાનો એક સારો સમય ક્યારેય નહિ આવે. અમે જોખમ વિશે સ્પષ્ટ છે, અમે દરેક અચાનક થતા પરિણામોને લઈને ચાલી રહ્યા હતા પરંતુ અફઘાનિસ્તાનમાં સ્થિતિ અમારી અપેક્ષાથી વધુ ઝડપથી બદલાઈઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન
Comments
English summary
US President Joe Biden address on Afghanistan and Taliban raw, read the important points.
Story first published: Tuesday, August 17, 2021, 8:55 [IST]