For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો બિડેને ભારતીય મૂળના માલા અડિગાને બનાવ્યા પોતાના પૉલિસી ડાયરેક્ટર

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેને શુક્રવારે ભારતીય મૂળના અમેરિકી માલા અડિગાને પોતાના પૉલિસી ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેને શુક્રવારે ભારતીય મૂળના અમેરિકી માલા અડિગાને પોતાના પૉલિસી ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે. માલા, બિડેન અને જિલ બિડેન માટે સેવાઓ આપશે કે જે આગામી ફર્સ્ટ લેડી છે. માલા અડિગા જિલ અને બિડેન-કમલા હેરિસ કેમ્પેઈન માટે પહેલેથી જ સીનિયર પૉલિસી એડવાઈઝર તરીકે કામ કરી ચૂક્યા છે. આ પહેલા માલા બિડેન ફાઉન્ડેશનમાં હાયર એજ્યુકેશન અને મિલિટ્રી ફેમિલીઝની ડાયરેક્ટર રહી ચૂક્યા છે.

Mala Adiga

ઓબામા પ્રશાસન સાથે પણ જોડાયેલ રહ્યા છે માલા

માલા અડિગા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રશાસનમાં પણ રહી ચૂક્યા છે. એ વખતે શિક્ષણ અને સંસ્કૃતિ વિભાગના બ્યુરોમાં એકેડમી પ્રોગ્રામ્સના ડેપ્યુટી આસિસટન્ટ સેક્રેટરી હતા. આ ઉપરાંત તેમની પાસે ગ્લોબન વીમેન ઈશ્યુઝ ઑફિસની પણ જવાબદારી હતી. સાથે રાષ્ટ્રીય સુરક્ષા સ્ટાફને માનવાધિકાર સાથે જોડાયેલા મુદ્દાઓની પણ ડાયરેક્ટર હતા. અડિગા, ઈલિનિયૉસના રહેવાસી છે અને ગ્રીનનેલ કૉલેજથી ગ્રેજ્યુએટ છે. આ ઉપરાંત તેમની પાસે યુનિવર્સિટી ઑફ મિનેસોટા સ્કૂલ ઑફ પલ્બિક હેલ્થ અને શિકાગો લૉ સ્કૂલની પણ ડિગ્રી છે. તે વ્યવસાયે એક વકીલ છે અને શિકાગોની એક લૉ ફર્મમાં ક્લાર્ક તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

વર્ષ 2008માં તે ઓબામા કેમ્પેઈન સાથે જોડાયા હતા. તેમણે ઓબામા પ્રશાસન સહાયક એટૉર્ની જનરલના વકીલ તરીકે પોતાની શરૂઆત કરી હતી. બિડેને માલા અડિગાના નામનુ એલાન એ વખતે કર્યુ જ્યારે તેમણે વ્હાઈટ હાઉસના સીનિયર સ્ટાફ માટે ચાર લોકોની નિયુક્તિ વિશે એલાન કર્યુ. માલા અડિગા ઉપરાંત બિડેન-હેરિસ કેમ્પેઈન સાથે જોડાયલ કેથી રસેલને વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિની ઑફિસના ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે.

અમેરિકાના વિસ્કૉન્સિન મૉલમાં અંધાધૂંધ ફાયરિંગ, ઘણા લોકો ઘાયલઅમેરિકાના વિસ્કૉન્સિન મૉલમાં અંધાધૂંધ ફાયરિંગ, ઘણા લોકો ઘાયલ

English summary
US President Joe Biden appoints Indian American Mala Adiga as his policy director.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X