For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય વિદ્યાર્થીઓ બાદ હવે ઓબામા ડર્યા ભારતીય મધ્યમ વર્ગથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 29 મે: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે બ્રાજીલથી માંડીને ભારત સુધી મધ્યમ વર્ગ એક ઉભરતા વર્ગના રૂપમાં અમેરિકનો પ્રતિસ્પર્ધા કરી રહ્યાં છે અને નવું રાષ્ટ્ર લોકતંત્ર તથા બજાર અર્થવ્યવસ્થાને અપનાવી રહ્યાં છે. એવામાં અમેરિકાને આ નવી વૈશ્વિક વ્યવસ્થાનો જવાબ આપવા માટે તૈયાર રહેવું પડશે.

બરાક ઓબામાએ ન્યૂયોર્કમાં વેસ્ટ પ્વોંઇટમાં યૂએસ મિલિટ્રી એકેડમીને સંબોધિત કરતાં કહ્યું, દુનિયા ખૂબ ઝડપથી બદલાઇ રહી છે. તેનાથી અવસર પેદા થાય છે પરંતુ નવા ખતરા પણ.

તેમણે કહ્યું કે આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે 9/11 બાદ કયા પ્રકારે ટેકનીક અને ભૂમંડલીકરણે તે તાકાતને લોકોના હાથોમાં પહોંચાડી દિધી છે જે પહેલાં ફક્ત રાષ્ટ્રોના માટે અનામત હતી. આને નુકસાન પહોંચાડવાની આતંકવાદીઓની ક્ષમતાને પણ વધારી દિધી છે.

obama.jpg

બરાક ઓબામાએ કહ્યું કે પૂર્વ સોવિયત રાષ્ટ્રના પ્રત્યે રૂસની કાર્યવાહીએ યૂરોપના દેશોને બેચેન કરી દિધા છે જ્યારે ચીનની વધતી અર્થવ્યવસ્થા અને સૈન્ય પહોંચે પડોશીઓને ચિંતામાં મુકી દિધા છે. તેમણે કહ્યું કે બ્રાજીલથી માંડીને ભારત સુધી ઉભરતો મધ્યમ વર્ગ પોતે અમારી સાથે પ્રતિસ્પર્ધા કરી રહ્યો છે અને વિભિન્ન દેશોની સરકાર વૈશ્વિક મંચો પર પોતાની વધારાની જવાબદારી માંગી રહ્યાં છે.

બરાક ઓબામાના જણાવ્યા અનુસાર વિકાશીલ રાષ્ટ્ર લોકતંત્ર અને બજાર અર્થવ્ય્વસ્થાને અપનાવી રહ્યાં છે, 24 કલાકોના સમાચારો અને સોશિયલ મીડિયાએ જાતિય સંઘર્ષો, વિફલ રાષ્ટ્રો અને લોકપ્રિય આંદોલનોની અનદેખીને અસંભવ બનાવી દિધી છે જેનાપાર એક પેઢી પહેલાં ફક્ત ઉડતી નજર નાખવામાં આવતી હતી.

English summary
US Prez Barack Obama says India's rising middle class is competing with US, says US has to be ready to respond this new world order.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X