પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોપેયો
અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયોએ બુધવારે સાત લોકકલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયોએ બુધવારે સાત લોકકલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પોપેયો મંગળવારે રાતે ભારત પહોંચ્યા છે અને તેમનો આ પ્રવાસ ત્રણ દિવસનો છે. તે અહીં અમેરિકા અને ભારત વચ્ચે રાજકીય સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી આવ્યા છે. પીએમ મોદી સાથે મુલાકાત બાદ પોપેયો વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે. જયશંકર અને પોપેયો વચ્ચે અમેરિકા અને ભારતની રણનીતિક ભાગીદારી વિશે ચર્ચા થશે.

જી-20માં થશે મોદી અને ટ્રમ્પની મુલાકાત
જાપાનના ઓસાકામાં જી-20 સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત થવાની છે. આ મીટિંગ પહેલા પોપેયો અને મોદીની મીટિંગની મહત્વની માનવામાં આવી રહી છે. પોપેયોના આ ભારત પ્રવાસ પર ભારત, અમેરિકાને સ્પષ્ટ કરી દેવા ઈચ્છે છે કે તે રશિયા પાસેથી ખરીદનાર એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પર કોઈ પણ પ્રકારની સમજૂતી નહિ કરે. ભારતની કોશિશ હશે કે પોપેયોના પ્રવાસ પર પ્રતિબંધો છતાં છૂટ મળી શકે. ભારત, અમેરિકાના કારણે ડીલને ખતમ કરીને રશિયા સાથેના સંબંધોને જોખમમાં ના નાખી શકે. બુધવારે જ્યારે પોપેયો અને એસ જયશંકર વચ્ચે મુલાકાત થશે ત્યારે આ મુદ્દા પર પણ ચર્ચા થવાની સંભાવના છે.
Working together to further deepen our strategic partnership@SecPompeo called on PM @narendramodi to exchange views on various aspects of Indo-US relationship. PM will meet President @realDonaldTrump on the sidelines of the upcoming #G20OsakaSummit pic.twitter.com/Jjjp9gTKbd
— Raveesh Kumar (@MEAIndia) 26 June 2019
આતંકવાદ પર થશે ચર્ચા
પોપેયેના ભારત પ્રવાસ પર બંને પક્ષો વચ્ચે ઘણા એવા મુદ્દાઓ પર વાતચીત થશે જે પરસ્પર હિતો સાથે જોડાયેલા છે જેમા દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઘણા મુદ્દાઓ શામેલ છે. આતંકવાદનો મુદ્દો પણ ચર્ચામાં સૌથી ઉપર રહેવાની સંભાવના છે. આવા સમયમાં જ્યારે પાકિસ્તાન આતંકીઓ સામે ઠોસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ છે અને અફઘાનિસ્તાનને પણ અસ્થિર કરવાની કોશિશોમાં લાગ્યુ છે ત્યારે આ મુદ્દાઓના પ્રભાવી રહેવાની સંભાવના છે. આ ઉપરાંત પાકે મુંબઈ હુમલા સાથે જ પઠાણકોટ, ઉરી અને પુલવામા આતંકી હુમલાના દોષિતો પર પણ કોઈ કાર્યવાહી નથી કરી. માનવામાં આવી રહ્યુ છે કે ભારત આ મુદ્દાઓમાં પાક તરફથી થયેલી તપાસનો ઉલ્લેખ પોપેયો સાથે કરી શકે છે. સાથે જ દાઉદ ઈબ્રાહીમને પાકમાં મળેલી સુરક્ષિત શરણ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
