For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત આવતા પહેલા પાકિસ્તાન કેમ ગયા યુએસ વિદેશ મંત્રી માઈક પોપેયો?

અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયો પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ગયા છે. માઈક પોપેયો સાથે અમેરિકી મિલિટ્રી ચીફ જનરલ જોસેફ ડ્યુનફોર્ડ પણ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયો પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ગયા છે. માઈક પોપેયો સાથે અમેરિકી મિલિટ્રી ચીફ જનરલ જોસેફ ડ્યુનફોર્ડ પણ છે. પોપેયો અહીં પોતાના પાકિસ્તાની સમકક્ષો સાથે મુલાકાત કરશે. ગુરુવારે પોપેયો ભારતમાં હશે અને અહીં તે ભારત અને અમેરિકા વચ્ચે યોજાનારી પહેલી 2+2 વાર્તામાં શામેલ થશે. પોપેયો ઉપરાંત અમેરિકી સંરક્ષણ મંત્રી જિમ મેટીસ પણ વાતચીતમાં શામેલ થશે. ભારત આવતા પહેલા પોપેયો થોડી વાર માટે પાકિસ્તાનમા રોકાશે અને અહીં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે.

ખરાબ સમયમાં છે સંબંધો

ખરાબ સમયમાં છે સંબંધો

પોપેયો એવા સમયમાં ઈસ્લામાબાદ પહોંચ્યા છે જ્યારે ટ્રમ્પ પ્રશાસનમાં પાકિસ્તાન અને અમેરિકાના સંબંધોમાં ઘણી કડવાશ આવી ગઈ છે. પોપેયો પ્રધાનમંત્રી ઈમરાન ખાન, વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે મુલાકાત પણ કરવાના છે. પોપેયોએ પાકિસ્તાન પહોંચ્યા પહેલા ટ્વિટ કર્યુ, ‘પહેલુ સ્ટોપ પાકિસ્તાન, ત્યાં એક નેતા છે. હું તેમના કાર્યકાળમાં પાકિસ્તાન જવા ઈચ્છતો હતો જેથી બંને દેશો વચ્ચે સંબંધો ફરીથી સુદ્દઢ કરવાની કોશિશો થઈ શકે.' પોપેયોના જણાવ્યા અનુસાર ઈમરાન ખાનના નેતૃત્વવાળી નવ સરકારે દ્વિપક્ષીય સંબંધો સુધારવાની દિશામાં ભરોસો દર્શાવ્યો છે.

આ પણ વાંચોઃ2019 પહેલા કોંગ્રેસનો મોટો દાવ, સત્તામાં આવ્યા તો બ્રાહ્મણોને આપશે 10% અનામતઆ પણ વાંચોઃ2019 પહેલા કોંગ્રેસનો મોટો દાવ, સત્તામાં આવ્યા તો બ્રાહ્મણોને આપશે 10% અનામત

પાકની 300 મિલિયન ડૉલરની મદદ બંધ

પાકની 300 મિલિયન ડૉલરની મદદ બંધ

અમેરિકાએ થોડા દિવસોથી પાકની 300 મિલિયન ડૉલરની રકમ પર રોક લગાવી દીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જ પાકિસ્તાનને એક અવિશ્વસનીય સાથી ગણાવી ચૂક્યા છે. ટ્રમ્પનું કહેવુ છે કે પાકિસ્તાન અફઘાન તાલિબાન અને હક્કાની નેટવર્કને રોકવામાં કોઈ ખાસ રસ દાખવ્યો નથી. પાકિસ્તાનને કોએલિશન સપોર્ટ ફંડ હેઠળ અમેરિકામાંથી મદદ મળે છે. અમેરિકા અત્યાર સુધામાં કુલ 800 મિલિયન ડૉલરની મદદ રોકી ચૂક્યુ છે. આ ઉપરાંત પોપેયો તરફથી ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ) ને પહેલા જ ચેતવણી આપી દીધી છે કે તેઓ પાકને ઋણ ચૂકવણીના હેતુથી બેલઆઉટ પેકેજ ન આપશો.

મદદ બંધ કરવા પર થશે વાત

મદદ બંધ કરવા પર થશે વાત

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ કે પોપેયો સાથે વાતચીતમાં તેઓ 300 મિલિયન ડૉલરની મદદ રોકવાનો મુદ્દો ઉઠાવશે. શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ કે, ‘અમે એકબીજાના સમ્માનને જાળવીને જ આગળ વધીશુ.' શાહ મહેમૂદ કુરેશી મુજબ અમેરિકા 300 મિલિયન ડૉલરની મદદ બંધ કરવાના નિર્ણયને યોગ્ય ન ગણાવી શકે કારણકે આ એ રકમ છે જે પાકિસ્તાને અમેરિકા માટે તાલિબાન અને બીજા આતંકવાદીઓ સામેની લડાઈમાં ખર્ચ કરી છે. કુરેશીના જણાવ્યા મુજબ આ આતંકી અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના માટે જોખમ બની ગયા હતા.

આ પણ વાંચોઃકૈલાશ માનસરોવરના રસ્તો રાહુલ ગાંધીનું ટ્વિટઃ ‘અહીં નફરત નહિ શાંતિ છે'આ પણ વાંચોઃકૈલાશ માનસરોવરના રસ્તો રાહુલ ગાંધીનું ટ્વિટઃ ‘અહીં નફરત નહિ શાંતિ છે'

English summary
US Secretary of State Mike Pompeo arrives Islamabad Pakistan before India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X