For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાનું સિખ સંગઠન ટાયટલર કેસમાં તપાસ કરાવવા ઇચ્છે છે

|
Google Oneindia Gujarati News

jagdish-tytler
ન્યુયોર્ક, 11 એપ્રિલ : ન્યુયોર્કમાં આવેલા માનવઅધિકાર સંગઠન સિખ ફોર જસ્ટિસ (એસએફજે)એ બુધવારે જણાવ્યું હતું કે તે દિલ્હી હાઇ કોર્ટમાં અરજી દાખલ કરીને સિખ રમખાણોમાં જગદીશ ટાયટલરની ભૂમિકાની તપાસ માટે કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ)ના પૂર્વ પ્રમુખ જોગિંદર સિંહના નેતૃત્વમાં વિશેષ તપાસ ટીમની રચના કરવાનો અનુરોધ કરશે.

એસએફજેએ જણાવ્યું કે અરજી સીબીઆઇ દ્વારા થનારી તપાસ ટાઇટલરની વિરુદ્ધ સાક્ષીઓની અવગણના કરવા અને સાક્ષીઓના નિવેદનો નોંધવાની કહેલી નાને આધારે કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા આરોપીને બચાવવા જેવી લાગે છે. એસએફજે એ જણાવ્યું કે એસઆઇટીમાંથી પૂર્વ પોલીસ અધિકારી ગૌતમ કોલ, ગાંધી પરિવારની નજીકના આર કે ધવન તથા ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન, જે સીબીઆઇની ક્લોઝર રિપોર્ટ અનુસાર 1 નવેમ્બર, 1984ના રોજ તીન મૂર્તિ ભવનમાં ટાઇટલર સાથે હાજર હતા તેમની વિરુદ્ધ તપાસ કરીને તેમના નિવેદનોની પણ નોંધ લેવી જોઇએ.

એસએફજે દ્વારા અંમેરિકામાં રહેતા સાક્ષી રેશમ સિંહ અને જસબીર સિંહનું સંયુક્ત નિવેદન પણ પ્રકાશિત કર્યું છે. જેમાં તેમણે 1 નવેમ્બર, 1984માં સિખોની કલ્તેઆમના મામલામાં જગદીશ ટાઇટલરની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાયા બાદ કોઇ પણ અદાલતમાં સાક્ષી તરીકે રજૂ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

English summary
US Sikh Organization seeks probe in Tytler case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X