For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ ચીન સાગરમાં વધારે સક્રિય ના થાય ચીનઃ અમેરિકા

By Super
|
Google Oneindia Gujarati News

જકાર્તા, 1 ડિસેમ્બરઃ દક્ષિણ ચીન સાગરમાં વિવાવાદસ્પદ ક્ષેત્ર પર ચીનના દાવાઓને ધ્યાનમાં રાખીને અમેરિકાએ બેઇજિંગ અને આ ક્ષેત્રના અન્ય દેશોને કહ્યું છે કે તે આ ક્ષેત્રમાં તણાવ વધે તેવા એકપણ પગલાં ના ભરે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્ટોરિયા નુલેન્ડે કહ્યું કે, આ મુદ્દા સાથે જોડાયેલા તમામ પક્ષોના કોઇપણ પ્રકારન અતિ સક્રિયતાભર્યા કે એવા એકપક્ષીય પગલાઓ ઉઠાવવાથી બચવું જોઇએ જે ક્ષેત્રમાં તણાવ વધારે અથવા જેની સહમતિથી સમાધાનની સંભાવના પ્રભાવિત હોય. આ સંદેશ અમે ચીનને વ્યક્તિગત રીતે પણ આપી રહ્યાં છે.

તેમણે કહ્યું કે અમેરિકા સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સતત ચીનના વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. પેંટાગને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રના વિવાદો અને નૌવહનની સ્વતંત્રતા માટે શાંતિપૂર્ણ સમાધાનની અપીલ રજૂ કરાઇ.

પેંટાગનના પ્રેસ સચિવ જ્યોર્જ લિટિલે કહ્યું કે, સમુદ્રની નિકટ સ્થિત કોઇપણ રાષ્ટ્ર માટે નૌવહનની સ્વતંત્રતા જરૂરી છે. એશિયા-પ્રશાંત શક્તિ હોવાના નાતે સમુદ્રી સ્વતંત્રતામાં અમારુ રાષ્ટ્રીય હિત છે.

લિટિરના એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે અમેરિકાના રક્ષામંત્રી લિયોન પનેટાને તમામ સમુદ્રી વિવાદોને હલ કરવા માટે આસિયાન આચાર સંહિતાના પાલન કરવાની અપીલ તમામપક્ષોની છે.

તેમણે કહ્યું કે, આ ક્ષેત્રમાં સમુદ્રી નિયમો અને આંતરરાષ્ટ્રીય કાયદાકીય ક્ષેત્રના મામલે પનેટાના આસિયાન આચાર સંહિતાને મજબૂત કરવામાં પોતાની રૂચી જાહેર કરી હતી.

ચીન પ્રશાંત સાગરમાં ઉપસ્થિત દક્ષિણ ચીન સાગર પર ઘણા સમયે આભાસી રૂપમા પોતાના દાવા કરતા રહ્યાં છે, પોતાના દાવા દેખાડવા માટે તેણે વિવાદાસ્પદ ક્ષેત્રોને પોતાના નાગરિકોને જારી કરવામાં આવેલા નવા ઇ-પાસપોર્ટમાં બનેલા નક્શામાં દેખાડ્યું છે. ચીનના આ પગલાની ક્ષેત્રીય દેશો વિયતનામ અને ફિલીપાઇને સાર્વજનીક રીતે નિંદા કરી છે.

English summary
Concerned over China’s hostile stance with regards to its claims over disputed territory in South China Sea, the US has urged Beijing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X