For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક.ને 2 અરબ ડોલરની મદદ કરશે અમેરિકા

By Super
|
Google Oneindia Gujarati News

us
વોશિંગટન, 07 ઑક્ટોબરઃ હક્કાની નેટર્વક પર લગામ લગાવવાની પોતાની માંગને પાકિસ્તાન દ્વારા મહત્વ નહીં આપવામાં આવ્યાની વાતને અવગણીને અમેરિકાએ આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં સહયોગી રાષ્ટ્રને આ વર્ષે બે અરબ ડોલરની મદદ માટે જરૂરી કાયદાકીય શરતોમાંથી છૂટ આપી છે. અમેરિકાએ આ અંગે એવું તર્ક આપ્યું છે કે આ પહેલ તેણે રાષ્ટ્રીય હિત માટે કરી છે.

વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, વિદેશમંત્રીએ નાણાકીય વર્ષ 2012 માટે પાકિસ્તાન દ્વારા કેટલાક નાગરીક અને સુરક્ષા સહાયતા સંબંધિત કેટલીક શરતોને હટાવવા માટે પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે.

વિદેશમંત્રીએ એવું નક્કી કર્યું છે કે, આ પ્રકારની સહાયતા અમેરિકા અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં છે. વિદેશમંત્રીએ કહ્યું છે કે, ભાગીદારી હિતો સાથે જોડાયેલા ક્ષેત્રોમાં ઠોસ કાર્યવાહી માટે પાકિસ્તાન સાથે એક મજબૂત અને દ્વિપક્ષીય લાભકારી સંબંધ બનાવવા માટે અમેરિકાના પ્રયાસોમાં આ એક અત્યંત જરૂરી તત્વ છે.

વિદેશ વિભાગના એક અધિકારીએ પોતાનું નામ નહીં જણાવવાની શરતે કહ્યું છે કે, પાકિસ્તાન તરફથી મળેલા હાલના પડકારો પછી પણ અમેરિકા છેલ્લા કેટલાક દિવસની હકારાત્મક ઘટનાઓથી ઉત્સાહિત થયું છે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મુલાકાત, વોશિંગટનમાં થયેલ બેઠકો, અફધાનિસ્તાનને સાથે રાખીને બનાવવા આવેલા કોર ગ્રુપમાં પાકિસ્તાનની ભાગીદારી શામેલ છે.

ઓૂબામાં પ્રશાસન લાંબા સમયથી વારંવાર પાકિસ્તાનને પોતાની સુરક્ષા સેવાઓ અને હક્કાની નેટવર્ક વચ્ચે સંબંધ પૂર્ણ કરવા અંગે વાત કહેતું આવ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે પાકિસ્તાનને તાલિબાન સાથે સંબંધ રાખનાર આતંકવાદી સંગઠનોને પોતાના કબાઇલી વિસ્તારોમાં બનાવેલા સુરક્ષિત વિસ્તારોથી અફઘાનિસ્તાનમાં ગઠબંધન દળો પર કરવામાં આવેલા હુમલાઓને રોકવા માટે કો મજબૂત પગલા ભરવા જોઇએ.

કોંગ્રેસ રિસર્ચ સર્વિસના મધ્ય ઓગસ્ટમાં જાહેર કરવામાં આવેલા અહેવાલમાં વિદેશ વિભાગે કોંગ્રેસને પોતાની નીયતથી અવગત કરતા કહ્યું છે કે, પાકિસ્તાનને આપવામાં આવતી સહાયતાથી કાયદાકીય શરતો હટાવવી એ અમેરિકા અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં છે.

English summary
US has waived the necessary legal requirements for this year's USD 2 billion security and civilian aid to Islamabad, arguing that it was in America's national interest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X