For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં બરફનુ તોફાન, 60થી વધુ લોકોના મોત, 15,000 ફ્લાઈટો કેન્સલ, બફેલો સૌથી વધુ અસરગ્રસ્ત

અમેરિકામાં આવેલા ભીષણ બરફના તોફાનમાં 60થી વધુ લોકોના મોત થયા છે. બફેલો સૌથી વધુ અસરગ્રસ્ત છે.

|
Google Oneindia Gujarati News

USA Winter Storm: અમેરિકામાં આવેલા ભીષણ બરફના તોફાનના કારણે 60થી વધુ લોકોના મોત થઈ ગયા છે. જેમાંથી એકલા ન્યૂયોર્કમાં જ 27 લોકોના જીવ ગયા છે. બફેલોની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. અહીં વાહનો અને બરફના ઢગલાંની અંદર જીવિત કે મૃત વ્યક્તિઓની શોધ કરવામાં આવી છે.

અમેરિકામાં બરફના તોફાને સર્જી તારાજી

અમેરિકામાં બરફના તોફાને સર્જી તારાજી

અધિકૃત આંકડાઓ મુજબ અમેરિકાના ઉત્તરપૂર્વના કેટલાક ભાગોમાં બરફવર્ષાની સ્થિતિ યથાવત છે. ઘણા દિવસોથી આ તોફાન દેશ પર ઘેરાયેલુ છે. બરફના તોફાનના કારણે નવ રાજ્યોમાં વીજ પુરવઠો, મુસાફરીમાં વિલંબ અને નવ રાજ્યોમાં ઘણા લોકોના મોત થયા છે. હાલમાં 15 હજારથી વધુ અમેરિકી ફ્લાઈટો રદ કરવામાં આવી ચૂકી છે. એરી કાઉન્ટીના શેરિફ જૉન ગાર્સિયાએ તોફાનને 'સૌથી ખરાબ' ગણાવી કહ્યુ હતુ કે તેમણે ક્યારેય શુન્ય દ્રશ્યતા નથી જોઈ. અધિકારી ઇમરજન્સી કોલનો જવાબ આપવામાં અસમર્થ છે.

લોકો ડોનેશન આપવા કરી રહ્યા છે વિનંતી

લોકો ડોનેશન આપવા કરી રહ્યા છે વિનંતી

રોડવેઝ કારો, બસો, એમ્બ્લયુલન્સ, ટો ટ્રકો બધુ બરફની નીચે દબાયેલુ પડ્યુ છે. જેના કારણે બરફથી ઢંકાયેલા રસ્તાઓને સાફ કરવા અને લોકો સુધી મેડિકલ સુવિધા પહોંચાડવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. સત્તાવાળાઓએ હૉસ્પિટલ ટ્રાન્સપોર્ટ તરીકે હાઇ-લિફ્ટ ટ્રૅક્ટરો તૈનાત કર્યા. અમક કરિયાણાની દુકાનો કે જે દિવસોથી બંધ હતી તે સોમવારે ફરીથી ખુલી. સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા પર ફૂડ અને ડાયપર માટે ડોનેશન આપવા વિનંતી કરી હતી.

સદીનુ સૌથી ખરાબ બર્ફીલુ તોફાન

સદીનુ સૌથી ખરાબ બર્ફીલુ તોફાન

ન્યૂયૉર્કના ગવર્નર કેથી હોચુલે પત્રકારોને જણાવ્યુ હતુ કે, 'આ ચોક્કસપણે સદીનુ બર્ફીલુ તોફાન છે. એમ કહેવુ ઘણુ ઉતાવળ કહેવાશે કે એ ખતમ થઈ ચૂક્યુ છે.' હોચુલે કહ્યુ કે, 'અમુક પશ્ચિમી ન્યૂયૉર્ક સિટી "30 થી 40 ઇંચ (0.75 થી 1 મીટર) બરફથી ઢંકાયેલુ છે.' વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યુ કે સોમવારે હોચુલે રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વાત કરી હતી. જેમણે ન્યૂયૉર્ક રાજ્યને ટેકો આપવા માટે 'ફેડરલ સરકારની સંપૂર્ણ શક્તિ' ઑફર કરી. સાથે એમ પણ કહ્યુ કે તે અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન એવા લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે જેમણે તોફાનમાં પ્રિયજનોને ગુમાવ્યા છે.

English summary
US winter storm death toll increasing, 15,000 flights cancelled, Buffalo worst hit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X