ભારતીય ની હત્યા કરનાર એમરિકન ને 50 વર્ષની સજા

Posted By:
Subscribe to Oneindia News

ગયા વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી અમેરિકામાં ભડકેલી હિંસા દરમિયાન એક ભારતીય ની બારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક વર્ષ પછી આરોપી એડમ પૂરનટન દોશી જાહેર કરવામાં આવ્યો અને અમેરિકી અદાલતે તેને 50 વર્ષની જેલની સજા સંભળાવી છે. ગયા વર્ષે એડમેં ગોળી ચલાવ્યા પછી પોતાની ગુનો કબૂલ કરી લીધો હતો.

murder

ભારતીય યુવક શ્રીનિવાસ કુચીભોટલા ની મૌત 22 ફેબ્રુઆરી 2017 દરમિયાન થયી હતી. ફાયરિંગમાં શ્રીનિવાસ નો મિત્ર આલોક મડસની ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ શૂટિંગ દરમિયાન વચ્ચે આવનાર ઇયાન ગિલોટ નામનો વ્યક્તિ પણ ઘાયલ થયો હતો. અદાલતની સુનાવણી દરમિયાન સાક્ષીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે એડમ પૂરનટન ફાયરિંગ દરમિયાન ચીસો પાડીને કહી રહ્યો હતો કે "મારા દેશમાંથી બહાર નીકળી જાઓ".

આ બંને ભારતથી એમરિકા આવ્યા હતા. થોડા વર્ષો અભ્યાસ કર્યા પછી બંને અમેરિકામાં જ નોકરી કરવા લાગ્યા. આ ઘટના પછી અમેરિકામાં હાજર ભારતીય અધિકારીઓ ઘ્વારા સંયુક્ત રાજ્ય અમેરિકા સામે પોતાના નાગરિકોની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી છે.

જયારે આરોપીને સજા સંભળાવવા આવી રહી હતી ત્યારે શ્રીનિવાસ કુચીભોટલા ની પત્ની સુનામય દુલાલા અદાલતમાં હાજર ના હતી. પરંતુ તેમને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમને આશા છે કે આરોપીને સખત સજા આપી અદાલત બીજા લોકો માટે પણ સંદેશ આપશે. તેમને આગળ જણાવ્યું કે આપણે એકબીજા ને સમજવું જોઈએ અને તેમને પ્રેમ કરવું જોઈએ.

અદાલતના દસ્તાવેજો ઘ્વારા જાણવા મળ્યું કે એડમ પૂરનટન ઘ્વારા પહેલા એક અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારપછી તેને બાર છોડવા માટે જણાવવામાં આવ્યું. પરંતુ એડમ થોડા સમય પછી બંદૂક સાથે પાછો આવ્યો અને તેને ફાયરિંગ કરવાનું ચાલુ કરી દીધું.

English summary
USA man found guilty killing indian immigran faces 50 years in jail

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.