For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સુધી સમન પહોંચાડનારને 10,000 ડોલરનું ઇનામ

|
Google Oneindia Gujarati News

narendra modi
ન્યૂયોર્ક, 27 સપ્ટેમ્બર: વર્ષ 2002માં ગુજરાતમાં ફાટી નિકળેલા રમખાણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક કેસ દાખલ કરવનાર નાગરિક અધિકાર સંગઠને ભારતીય વડાપ્રધાન સુધી કોર્ટનું સમન પહોંચાડનારને 10,000 ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

ન્યૂયોર્કમાં રહેનાર કાનૂની સલાહકાર ગુરપતવંત સિંહ પન્નુને પત્રકારોને જણાવ્યું કે 'અમેરિકન જસ્ટિસ સેંટર'(AJC)એ આવનારા બે દિવસોમાં શહેરમાં નરેન્દ્ર મોદીના સાર્વજનિક કાર્યક્રમો દરમિયાન કોર્ટનું સમન તેમના સુધી પહોંચાડનારને 10,000 ડોલરનું ઇનામ આપવાની રજૂઆત કરી છે.

આ ઇનામ એ વ્યક્તિને આપવામાં આવશે, જે મોદીને સમન આપશે અને પુરાવા તરીકે ફોટો અને વીડિયો લાવીને બતાવશે. આ તસવીર અથવા વીડિયો એ વાતનો પુરાવો રહેશે કે તે વ્યક્તિએ મોદીને કોર્ટનું સમન પહોંચાડી દીધું છે.

આ ગ્રુપે નરેન્દ્ર મોદીને સમન આપવા માટે કેટલાંક લોકોને ભાડા પર પણ તૈયાર કર્યા છે. આ ગ્રુપનું કહેવું છે કે જે કંઇપણ કરવામાં આવી રહ્યું છે, તે ન્યૂયોર્કના કાનૂન અનુસાર કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આ કાર્ય ઓછામાં ઓછા 10 ફૂટના અંતરેથી પણ કરવામાં આવી શકે છે. કહેવામાં આવ્યું છે કે સંબંધિત વ્યક્તિ પર દસ્તાવેજ ફેંકી પણ શકાય છે. આનાથી એવું માનવામાં આવશે કે છે કે સમન આપવામાં આવી ચૂક્યું છે.

English summary
USD 10,000 reward for serving summons to 'immuned' PM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X